જૂનાગઢ 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કૃષિ યુનિવર્સિટીના ગેટ નંબર બે ખાતે સંતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અલગ અલગ પ્રકારના વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગીરનાર તળેટી સ્થિત અવધૂત આશ્રમના સંત શ્રી મહાદેવ ગીરીબાપુ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જણાવ્યું હતું કે, આ દિન નિમિત્તે રોપાઓનુ વિતરણ ખૂબ જ પ્રેરક છે સંતો ફક્ત આત્મક કલ્યાણની સાથે પર્યાવરણની પણ જનહિતની પ્રવૃત્તિમાં સંતો જોડાશે તોજ ખરા અર્થમાં જનકલ્યાણ ગણાશે અને વિશ્વ કલ્યાણની આ એક નવી દિશાની શરૂઆત થશે તેમ કહીને ત્યાં થી પસાર થતા શહેરીજનોને જુદા જુદા વૃક્ષોના રોપા આપવામાં આવ્યા હતા પ્રત્યેક વ્યક્તિ વૃક્ષો વાવીને પ્રાયાવરણનું જતન કરે તેવો સંદેશો આપ્યો હતો.
જૂનાગઢ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંત અને પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષોના રોપાનું વિતરણ કર્યું

Follow US
Find US on Social Medias