ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના જન્મદિવસ અંતર્ગત 68-રાજકોટ વિધાનસભાના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા શહેરની હીના ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવાયું હતું. આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, વોર્ડ પ્રભારી રસિકભાઈ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ પ્રભારી રસિકભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ અંકિત દુધાત્રા, મહામંત્રી હરેશ ધંધુકીયા, વોર્ડના કોર્પોરેટરો પરેશ પીપળીયા, મંજુબેન કુંગશીયા, પૂર્વ કોર્પોરેટર પોપટભાઈ ટોળીયા, શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી મિલન લીંબાશીયા, મનસુખભાઈ પીપળીયા તેમજ ઘનશ્યામભાઈ કુંગશીયા, રાહુલ રાઠોડ, રાયધનભાઈ આહીર, વિજયભાઈ મેપાણીયા, પિન્ટુભાઈ રાઠોડ, નઝમાબેન પઠાણ, શોભનાબેન ગજેરા, ચાંદનીબેન ગજેરા, વીકી ટાંક સહિતના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.