1400 કી.મી. હાઈવે ભારત, થાઈલેન્ડ, મ્યાનમારને જમીન માર્ગે જોડશે: હાલ આ પ્રોજેકટનું 70 ટકા કામ પુરૂ
એસ.જયશંકરે બેંગ્કોકમાં યોજાયેલી 12 મી મેકોંગ-ગંગા સહયોગની બેઠકમાં ભાગ લીધો
- Advertisement -
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે રવિવારે થાઈલેન્ડનાં બેંગ્કોકમાં 12 મી મેકોંગ ગંગા સહયોગ (એમજીસી) તંત્રની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં જયશંકરે ભારત-મ્યાનમાર થાઈલેન્ડ વચ્ચે બની રહેલા હાઈવેનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારૂ લક્ષ્ય આ પ્રોજેકટને ઝડપથી પુરો કરવાનું છે.
ત્રણેય દેશો વચ્ચે મોટર વાહન સમજુતીને પુરી કરવામાં ઝડપ લાવવામાં આવશે.સાઉથ ઈસ્ટ એશીયાની સાથે ભારતનો માર્ગ સંપર્ક વધારવાનાં લક્ષ્યથી આ હાઈવે પ્રોજેકટ ઘણો મહત્વનો છે.જયશંકરે આ પ્રોજેકટને લઈને મ્યાનમારનાં વિદેશ મંત્રી થાન સ્વે સાથે અલગ બેઠક કરી હતી તેમણે હાઈવેનું કામ ઝડપથી પુરૂ કરવાની વાત કરી હતી.તેમણે કહ્યું હતું કે ખાસ કરીને મ્યાનમારની સ્થિતિનાં કારણે આ પ્રોજેકટ ખૂબ જ કઠીન થઈ રહ્યો છે. તેમણે મ્યાનમારને જણાવ્યું હતું કે આ પ્રોજેકટમાં આવતા વિઘ્નો દુર થવા જોઈએ.
શું છે મેકોંગ-ગંગા સહયોગ? | મેકોંગ ગંગા સહયોગ (એમજીસી) પર્યટન સંસ્કૃતિ શિક્ષણની સાથે સાથે પરિવહન અને કોમ્યુનિકેશનમાં સહયોગની પહેલ છે. તેમાં ભારત અને પાંચ આસીયાન દેશ-કંબોડીયા, લાઓસ, મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેટનામ સામેલ છે. 10 નવેમ્બર 2000 ના તેની શરૂઆત થઈ હતી. સાઉથ ઈસ્ટ એશીયાનાં દેશોને જોડવાની આ મહત્વની પહેલ છે. આસીયાનમાં સામેલ આ બધા દેશો ભારત માટે મહત્વના છે.