ઓગસ્ટની પહેલી તારીખ સામાન્ય લોકો માટે મોંઘવારીનો નવો ડોઝ લઈને આવી છે. સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે.
આ ફેરફાર બાદ 1 ઓગસ્ટથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા છે. રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- Advertisement -
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 8-9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જોકે, આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે છે. આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તાજેતરના વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 6.50 રૂપિયા વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને 1,646 રૂપિયા થઈ ગઈ હતી.
- Advertisement -
એ જ રીતે, આજથી કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,764.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોલકાતામાં 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈના લોકોએ હવે આ મોટા સિલિન્ડર માટે 1,605 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત હવે 1,817 રૂપિયા હશે.