કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતને ચાર મેડલ મળ્યાં છે જેમાં લોન બોલ્સ અને ટેબલ ટેનિસમાં ગોલ્ડ, વેટલિફ્ટિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ સામેલ છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોનું શાનદાર પ્રદર્શન ચાલું રહેવા પામ્યું છે. ગેમ્સના પાંચમા દિવસે ભારતના ખાતામાં ચાર મેડલ આવ્યાં છે જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સામેલ છે.
- Advertisement -
લોન બોલ્સ બાદ ટેબલ ટેનિસમાં મળ્યો ગોલ્ડ
ભારતીય મહિલા ટીમને લોન બોલ્સ રમતમાં ગોલ્ડ મળ્યાં બાદ ટેબલ ટેનિસમાં પણ ગોલ્ડ મળ્યો હતો. ભારતીય મેન્સ ટેબલ ટેનિસ ટીમે ટેબલ ટેનિસની ફાઈનલમાં સિંગાપોરને 3-1થી પરાજય આપીને ગોલ્ડ પોતાને નામે કરી લીધો હતો. ભારત તરફથી હરમીત દેસાઈ અને જી સાથિયાને ડબલ્સ મેચ જીતીને ભારતને શાનદાર શરુઆત અપાવી હતી.
#CommonwealthGames2022 | India brings home Gold after beating Singapore 3-1 in Men's Table Tennis final. pic.twitter.com/fdpWAQYbLw
— ANI (@ANI) August 2, 2022
- Advertisement -
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી ચળક્યો
સોમવારે ભારતીય ટીમે સિંગાપોરને હરાવીને ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષ ટેબલ ટેનિસની ટીમમાં સુરતના હરમીત દેસાઈ પણ સામેલ હતો. રમતમાં હરમીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
વેટલિફ્ટર વિકાસ ઠાકુરે જીત્યો સિલ્વર
ભારતીય વેટલિફ્ટર વિકાસ ઠાકુરે મેન્સ 96કેજી સ્પર્ધામાં વિકાસ ઠાકુરે સિલ્વર મેડલ જીત્યો હતો. તો પૂનમ યાદવે પણ વેટલિફ્ટિમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
#CommonwealthGames2022 | Indian weightlifter Vikas Thakur bags silver in Men's 96Kg after lifting a total of 346Kg
(Photo courtesy: SAI) pic.twitter.com/DB8RrLDv8W
— ANI (@ANI) August 2, 2022
લોન બોલ્સમાં પહેલી વાર મળ્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
લોન બોલ્સ ઈવેન્ટની ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 92 વર્ષના ઈતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે ભારતે આ ઈવેન્ટમાં મેડલ જીત્યો છે, તે પણ હવે તેનો સીધો ગોલ્ડ મેડલ છે. લગભગ અઢી કલાક સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા, શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ લીડ મેળવી લીધી હતી પરંતુ તે પછી સાઉથ આફ્રિકાએ પણ વાપસી કરી હતી.અંતમાં ટીમ ઈન્ડિયાની શાનદાર રમત કામમાં આવી અને ભારતે 17-10થી મેચ જીતી લીધી.
#CommonwealthGames2022 | Lovely Choubey, Pinki Singh, Nayanmoni Saikia and Rupa Rani Tirkey bring home Gold medal by beating South Africa 17-10 in the final of Lawn Bowls. pic.twitter.com/svw1pFk1QF
— ANI (@ANI) August 2, 2022