અત્યાર સુધીમાં 1,110 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના જન્માષ્ટમી લોકમેળામાં મનપાના આરોગ્ય વિભાગ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ખાણીપીણીના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. પાંચમા દિવસે, મંગળવારે 160 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. મેળામાં ફૂડ સ્ટોલ, ફૂડ ઝોન તથા લારીઓ પર ચેકિંગ દરમિયાન વાસી અને ઉઘાડા ખાદ્યપદાર્થો જેમ કે મંચુરિયન, નુડલ્સ, બ્રેડ, દાબેલી, ભજીયા સાથે શાકભાજી અને ફળો મળી આવ્યા હતા. જેનો નાશ કરવામાં આવ્યો હતો. આ રીતે અત્યાર સુધીમાં પાંચ દિવસમાં કુલ 1110 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ ફૂડ એન્ડ ડ્રગ્સ તથા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.