ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળી હતી. આ આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેપેસિટી કરતા વધુ લોકો એકઠા થઈ જતા મેદાન સ્થળે અંધાધૂંધી સર્જાય હતી અને માધવરાય સંધ્યા ક્રિકેટ ગ્રાઉન્ડના બધા જ ગેટો બંધ કરી દેવામાં આવ્યા હતા.