ગોંડલની ધોળકીયા સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિપ્ર કિશોરનો મોત મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
- Advertisement -
ગોંડલની ધોળકીયા સ્કુલમાં હોસ્ટેલમાં રહીને ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતા માળીયાહાટીનાના શ્યામ પાઠક ઉ.17 વર્ષના કિશોરને ઝાડા ઉલ્ટી થયા બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું જયારે શ્યામ પાઠકનું મૃત્યુ નિપજતા બ્રહ્મસમાજ અને પરિવારે સ્કૂલ સામે આક્ષેપ કર્યો હતો કે, સ્કૂલ સંચાલકોની બેદરકરીના લીધે મૃત્યુ નીપજ્યું છે.અનેજબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
રક્ષાબંધનના એક દિવસે પૂર્વે શ્યામ પાઠકનું મૃત્યુ નિપજતા પરિવાર પર આભફાટી પડ્યું અને મૃતક કિશોરનો મૃતદેહ માદરે વતન માળીયા હાટીના ખાતે તેનાનિવાસ સ્થાને લાવેલ ત્યારે હૈયાફાટ રુદન સાથે પરિવારમાં ગમગીની છવાઈ હતી ત્યારે શ્યામ પાઠકના મૃતદેહને રક્ષાબંધનના દિવસે ભાઈના હાથે રાખડી બાંધી ભાઈને અંતિમ વિદાઈ આપી હતી અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો હતો ત્યારે રક્ષાબંધનનાં આગલા દિવસે જ ભાઈ છીનવાઈ જતા કરુણાંતિકા સર્જાઇ હતી.આ કિશોરની અંતિમ યાત્રામાં પરિજનો ઉપરાંત માળીયા હાટીના બ્રહ્મસમાજ આગેવાનો અને સ્થાનિકો પણ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા અને ભીની આંખે શ્યામ પાઠકને અંતિમ વિદાઈ આપી હતી.