પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢમાં આજે સાંજે 4.58 મિનિટ બાદ પૂજન શરૂ થશે. તિથિ મુજબ આજે સાંજે દતજયંતિની ઉજવણી થશે. ગિરનારની શિખર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. જયારે કમંડળ કુંડ ખાતે તા.1પના સવારથી દતયાગ યજ્ઞ,પાદુકા પૂજન વગેરે યોજાશે. દરવર્ષે માગશર સુદ પૂનમના શ્રી દતાત્રેય ભગવાનની જયંતિ ઉજવવામાં આવી છે. જૂનાગઢના ગિરનારની ટોચ પર બિરાજમાન શ્રિ દત શિખર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. આ વખતે આજે પૂનમ શરૂ થશે. જે તા.15ના બપોરે ર.31 વાગ્યા સુધી રહેશે.
- Advertisement -
દર પૂનમ નિમિતે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી હજારો ભાવિકો ગિરનાર પર આવે છે નેક ભાવિકો શ્રી દત ભગવાનના દર્શન કરવા ઉમટી પડશે. જયારે રમંડળકુંડ ખાતે દતયાગ, યજ્ઞ, પાદુકા પૂજન, સમૂહ પ્રસાદ સહિતના કાયક્રમ યોજાશે. આ ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં આવેલા આશ્રમનો તેમજ જગ્યાઓમાં પણ ભગવાન દતાત્રેય જયંતિ પ્રસંગે પૂજન, ધૂન, ભજન સહિતના કાર્યક્રમ યોજાશે અને ભવનાથ તેમજ ગિરનાર ક્ષેત્રમાં હરિ ઓમ ઉત્સત્ત જય ગુરૂ દત નો નાદ ગુંજી ઉઠશે.



