અફવાઓ પર ધ્યાન ન આપો, કુંભ 26 ફેબ્રુઆરી સુધી જ ચાલશે: પ્રયાગરાજના ઉખ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
મહાકુંભના સમાપન માટે હવે ફક્ત 7 દિવસ બાકી છે, પરંતુ ભક્તોની ભીડ ઓછી થઈ રહી નથી. 38 દિવસમાં કુલ 55.50 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે.
આજે સવારે 8 વાગ્યા સુધીમાં 30.94 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. આજે મહાકુંભમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને ઘણા રાજ્યોના મંત્રીઓ પહોંચશે. સોશિયલ મીડિયા પર એક અફવા ફેલાવવામાં આવી રહી છે કે સરકારે ભીડને ધ્યાનમાં રાખીને મહા કુંભ મેળો માર્ચ સુધી લંબાવ્યો છે. આ અંગે પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર મંદારે કહ્યું- અફવાઓ પર ધ્યાન ન આપો. મહા કુંભ મેળાનું સમયપત્રક મુહૂર્ત અનુસાર જાહેર કરવામાં આવે છે અને અગાઉથી નક્કી કરવામાં આવે છે. મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ પુર્ણ થશે. મંગળવારે રાત્રે શહેરથી હાઇવે સુધી ભારે ટ્રાફિક જામ થયો હતો. શહેરના રસ્તાઓ પર ભક્તોની ભીડ જામી હતી.
યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું, “મમતા બેનર્જીનું નિવેદન ખૂબ જ નિંદનીય છે. જેટલી પણ નિંદા કરવામાં આવે તે ઓછી છે. માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરીને મુસ્લિમોને ખુશ કરવા વિપક્ષ નેતા નિવેદનબાજી કરી રહ્યા છે. સમય આવશે ત્યારે જનતા જડબાતોડ જવાબ આપશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો સૂપડા સાફ થઈ જશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ’મૃત્યુ કુંભ’ વિશે નિવેદન પર, યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, “આ કરોડો હિન્દુઓનું અપમાન છે. ભારતીય સંસ્કૃતિમાં આસ્થા રાખનારાઓનું આ અપમાન છે. મહાકુંભને ’મૃત્યુ કુંભ’ કહેવો એ ઝખઈના અંતનો સંદેશ છે. આની સજા તેઓને આવનારી ચૂંટણીમાં મળશે. તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ. 500 મીટર લઈ જવા માટે પેંડલ રિક્ષાવાળા 100 રૂપિયા લઈ રહ્યા છે, છત્તીસગઢના પેંડ્રામાં રાયપુરથી પ્રયાગરાજ જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ મધ્યપ્રદેશ-છત્તીસગઢ બોર્ડર પર રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નીપજ્યું હતું, કેટલાક લોકો ઘાયલ થયા હતા.
મહાકુંભનું પાણી સ્નાન માટે યોગ્ય નથી
- Advertisement -
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કહ્યું- પ્રયાગરાજનાં 73 સ્થળથી પાણીનું ટેસ્ટિંગ કર્યું, NGTને રિપોર્ટ સુપરત કર્યો
પ્રયાગરાજ મહાકુંભમાં ગંગા-યમુનાના સંગમ પર સ્નાન ચાલી રહ્યું છે. અત્યારસુધીમાં 54 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે. આ દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ઈઙઈઇ)નો એક અહેવાલ આવ્યો છે, જેમાં જણાવાયું છે કે બંને નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી. ઈઙઈઇએ 17 ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો. ઈઙઈઇ એ 9થી 21 જાન્યુઆરી દરમિયાન પ્રયાગરાજમાં કુલ 73 અલગ અલગ સ્થળેથી નમૂનાઓ એકઠા કર્યા. હવે તેમની તપાસનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. એમાં પીએચ એટલે પાણી કેટલું એસિડિક અથવા ક્ષારવાળું છે, ફિકલ કોલીઓર્મ, ઇઘઉ એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ઈઘઉ એટલે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ડિઝોલ્બડ ઓક્સિજન સામેલ છે. આ છ સ્તરે જેટલી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યાં છે એમાંથી મોટા ભાગનામાં ફેકલ કોલીફોર્મ બેક્ટેરિયાની માત્રા વધારે જોવા મળી છે. આ સિવાય 5 અન્ય સ્તરે પણ પાણીની ગુણવત્તા ધોરણ મુજબ છે.જિલ્લામાં બધા સેમ્પલ પોઇન્ટ પર ફેકલ કોલીફોર્મ બેક્ટેરિયા નિર્ધારિત ધોરણથી ઉપર નદીના પાણીમાં ફેકલ કોલિફોર્મ નામનો બેક્ટેરિયા જોવા મળે છે. સામાન્ય સ્થિતિમાં એક મિલીલિટર પાણીમાં 100 બેક્ટેરિયા હોવા જોઈએ, પરંતુ અમૃત સ્નાનના એક દિવસ પહેલાં યમુના નદીના નમૂનામાં ફેકલ કોલિફોર્મ 2300 મળી આવ્યું હતું.સંગમની આસપાસની પરિસ્થિતિ વધુ ખરાબ છે સંગમમાંથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલી પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાની સંખ્યા 100ને બદલે 2000 જોવા મળી. એવી જ રીતે કુલ ફેકલ કોલિફોર્મ 4500 છે. ગંગા પરના શાસ્ત્રી પુલ પરથી લેવામાં આવેલા નમૂનામાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા 3200 અને કુલ ફેકલ કોલિફોર્મ 4700 છે. સંગમથી દૂરના વિસ્તારમાં બંનેની સંખ્યા ઓછી છે. ફાફામાઉ ક્રોસિંગ નજીકથી લેવામાં આવેલા નમૂનામાં એક મિલીલીટર પાણીમાં 100 ને બદલે 790 ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા હતા. તેવી જ રીતે, રાજાપુર મેહદૌરીમાં એ 930 મળી આવ્યા. ઝુસીમાં છટનાગ ઘાટ અને અઉઅ કોલોની નજીક તેનો જથ્થો 920 મળી આવ્યો હતો.



