ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢના ખાડીયા વિસ્તારમાં બે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો અને દેરાણી-જેઠાણીને ગાળોઆપી 1150 રૂપિયા લૂંટી લીધા હતા. તેના સાસુએ પોલીસને ફોન કરતા બંનેએ ઉશ્કેરાઇ જઇ આ બંને મહિલાના સાસનુ ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પહોંચતા એક શખ્સને સાથીદારના ગળા પર કાચ રાખી મને પકડશો તો હું આને મારી નાખીશ એક કહી તેના ગળા પર કાચ વડે હુમલો કર્યો હતો અને પોતાના શરીર પર પણ ચેકા માર્યા હતા.
બાદમાં પોલીસકર્મીઓને પણ એટ્રોસીટીના કેસમાં ફિટ કરાવી દેવા ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ થતા એ-ડીવીઝન પોલીસે બંનેને પકડી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પંચેશ્ર્વર રોડ પર બોર્ડીવાસમાં રહેતા જાગૃતિબેન અનિલભાઇ જાદવ અને તેના જેઠાણી દયાબેન સુરેશભાઇ જાદવ ખાડીયા વિસ્તારમાં આવેલી દુકાને કરિયાણુ લેવા ગયા હતા. જયા સંદીપ ઉર્ફે કાલીયો અને તેનો મિત્ર જયેશ વઘેરા બેઠા હતા. દુકાનના શટરમાં ઢીકા મારી કરીયાણાનો સામાન નીચે ફેંકતા હતા. આથી જાગૃતિબેને સામાન લેવો હોવાથી એક બાજુ જવા કહેતા સંદીપ ઉર્ફે કાલીયાએ તુ જતી રહે, દુકાન અહી ખુલે એમ કહી જાગૃતિબેન એને તેના જેઠાણીને ગાળો આપી હતી. બાદમાં સંદીપ ઉર્ફે કાલીયો છરી લઇને આવ્યો હતો.
જાગૃતિબેને તેના સાસુ ધાનીબેનને બોલાવ્યા હતા. ધાનીબેને આવી સંદીપ ઉર્ફે કાલીયો અને તેના મિત્ર જયેશ વઘેરાને સમજાવવા જતા બંનેએ ધાનીબેનને ગાળોઆપી અમે કોઇથી બીતા થી, મારા ઓર અગાઉ ખંડણી, લૂંટ મારામારી ઘણા ગુના દાખલ થયેલ છે એમ કહી છરી ફેરવવા લાગ્યો હતો અને જાગૃતિબેના પેટા પર છરી રાખી સંદીપ ઉર્ફે કાલીયો અને જયેશ વઘેરાએ 1150 રૂપિયા સાથેનું પર્સ લૂંટી લીધુ હતુ. આ આ દરમિયાન જાગૃતિબેનના સાસુ ધાનીબેને પોલીસને ફોન કરતા બંને ઉશ્કેરાઇ જઇ ધાનીબેનનું ગુળ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જાગૃતિબેન અને તેના જેઠાણી ધાનીબેનને બચાવતા હતા ત્યારે પોલીસ આવી ગઇ હતી. બંને પોલીસને જોઇને બાજુમાં આવેલા ખંઢેર જેવા મકાન પર ચડી ગયા હતા. પોલીસ બંનેને નીચે આવવા કહેતા કાલીયાએ તેના સાથીદાર જયેશ વઘેરાના ગળા પર કાચ રાખી તમે મને પકડશોતો જયેશને મારીનાખી એમ કહી જયેશના ગળા પર કાચ વડે ચેકો કરી દીધો હતો.
આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યુ કે, બંને સામે અગાઉ લૂંટ, ખંડણી, મારામારી સહિતના ગુના દાખલ થયેલા છે. હાલ બંનેને રાઉન્ડ અપ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



