શહેરના મુખ્ય સર્કલો, માર્ગો પર લાગશે કેસરિયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ શિવ રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત સનાતન હિંદુ ધર્મ શિવ રથયાત્રાના આયોજનના ભાગરૂપે રાજકોટ શહેરના મુખ્ય સર્કલો, મુખ્ય રોડ તેમજ શિવ રથયાત્રાના રૂટને ભગવામય બનાવવાના ઉદ્દેશથી 22 ફૂટ ઉંચા બાંબુમાં મોટા ઝંડા અને નાની ઝંડીઓ લગાવવાના કાર્યની શુભ શરૂઆત પહેલા ભગવા ગ્રુપના અધ્યક્ષ હસુગિરિબાપુ, સ્વયંભૂ રામનાથ મહાદેવ મંહત ધવલગિરિ કાંતિગિરિ, સોમગિરિબાપુ, જાગૃતિ મંડળના પૂર્વપ્રમુખ વિનોદભારથી, એસ. એસ. ગોસાઈ, અશ્ર્વિનગિરિ હીરાગિરિ, ઉદ્યોગપતિ રામદેવપુરી અશોકપુરી, આશિષભારથી કિરણભારથી, સમાજ અગ્રણી ઓજેશપુરી, જીતેન્દ્રગિરિ ત્રિભુવનગિરિ, ચિરાગગિરિ પ્રફુલગિરિ, મોહિતગિરિ, ચિંતનગિરિના હસ્તે મોટી ધ્વજા અને નાની ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિ આગેવાનો તેમજ ધર્મપ્રિય લોકોએ હાજરી આપી હતી. આ રથયાત્રાનું આયોજન દેવોના દેવ મહાદેવની અસીમ કૃપા સમસ્ત સનાતન ધર્મ ઉપર વરસતી રહે તે માટે ભોળાનાથના ભજન કીર્તન અને નામ સ્મરણ કરવા તેમજ સનાતન ધર્મની ધજા બુલંદ કરવાના એકમાત્ર ઉમદા હેતુ માટે જ કરવામાં આવે છે.
આગામી મહાશિવરાત્રિ સુધી સમિતિના કાર્યકર્તાઓ રાતદિવસ ભારે જહેમત ઉઠાવી અને આ રથયાત્રા વધુ ને વધુ ભવ્ય બને તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિવ રથયાત્રા સમિતિના કાર્યકરો ભાવેશગિરિ, ગૌતમગિરિ, ધર્મેન્દ્રગિરિ, અજયવન, સુરેશગિરિ, જૈનિશભારતી, હાર્દિકપુરી, અક્ષાંશપુરી, અંકિતગિરિ, સાવનગિરિ, ભોલાગિરિ, મનીશગિરિ, હાર્દિકભાઈ, પારસવન, દેવાંગગિરિ, સંજયગિરિ, શક્તિપુરી, હરેશભારથી, હેમાંગભાઈ, પ્રતીકગિરિ, જયદેવગિરિ, મિહિરગિરિ, ઋષિતગિરિ, મૌલિકગિરિ, પિયુષગિરિ, કલ્પેશવન, વિરલપુરી, ગૌતમગિરિ નારણગિરિ, ચેતનગિરિ વગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.