ભારતમાં ફરી એક વાર કોરોનો વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેને લઇને સાવધાની રાખવાની જરૂર છે. ઇંસાકોગએ ભારતમાં કોરોના વાયરસના BA.4 और BA.5 ઓમિક્રોન સબ વેરિયેન્ટ હોવાની ખાતરી મળી છે. અત્યાર સુધી દેશમાં 3 કેસ મળ્યા છે. જેમાં એક કેસ તમિલનાડુ અને 2 કેસ તેલંગાણામાં મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, BA.4 और BA.5 વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ઓમિક્રોનના બે સબ વેરિયેન્ટ સૌથી ઝડપથી ફેલાવનારા વાયરસ માનવામાં આવી રહ્યા છે. રવિવારના ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કંસોર્ટિયમએ એક નિવેદનમાં કહ્યું કે, તમિલનાડુમાં એખ 19 વર્ષની છોકરી વાયરસ BA.4 સબ વેરિયન્ટથી સંક્રમિત થઇ ગઇ છે. દર્દીમાં ફક્ત હળવા લક્ષણો જોવા મળ્યા. તેમને પણ કોરોના વાયરસની ડબલ ડોઝ લઇ લીધી છે. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.
- Advertisement -
આ પહેલા હૈદરાબાદના એરપોર્ટ પર એક દક્ષિણી આફ્રિકન નાગરિકને ઓમિક્રેનના BA.4 સબ વેરિયેન્ટથી સંક્રમિત થયા. આ દર્દી દક્ષિણ આફ્રિકાથી હૈદરાબાદ આવ્યા હતા. આ એરપોર્ટ પર તપાસ તપાસ કરવામાં આવી તો રિપોર્ટ સામે આવી. દર્દી તપાસ હેઠળ છે.
એક બીજા કેસમાં તેલંગાણામાં એક 80 વર્ષીય વૃદ્ધ પણ BA.5 સબ વેરિયેન્ટથી સંક્રમિત થયા. વૃદ્ધમાં હળવા લક્ષણો જોવા મળ્યા અને કોરોના વાયરસની ડબલ ડોઝ પહેલેથી જ લીધી છએ. દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
સંપર્કમાં આવેલા લોકોની તપાસ ચાલુ
INSACOG એ જણાવ્યુ કે સાવધાની રૂપે BA.4 और BA.5થી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. તેમની પૂરી જાણકારી મેળવવામાં આવી રહી છે. INSACOGએ કહ્યું કે, સ્થિતિ ચિંતાજનક નથી. સબ વેરિયેન્ટથી સંક્રમિત દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.