18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન આજે નવા લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. ઓમ બિરલા ફરીથી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેઓ ધ્વનિ મત દ્વારા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા.
આ વખતે અમારું સાંભળજો, નિષ્પક્ષ રહેજો, ગઈ ટર્મ જેવું ન કરતા : સાંસદોની અધ્યક્ષને વિનંતી
- Advertisement -
વડાપ્રધાન મોદી – વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાથ મિલાવી બિરલાને ખુરશી સુધી મુકવા ગયા
બીજેપી સાંસદ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. વિરોધ પક્ષ તરફથી. સુરેશના નામની દરખાસ્ત કરવામાં આવી હતી.
આ પછી પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે ગૃહની કાર્યવાહી આગળ વધારી અને દરેકની સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો. વોઇસ વોટના આધારે તેમણે ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષની જવાબદારી સંભાળવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન ખાસ વાત એ હતી કે પીએમ મોદી અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુની સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આમ બિરલાને બેઠક પર લેવા પહોંચ્યા હતા. કોંગ્રેસે ગઈકાલે રાત્રે જ રાહુલને વિપક્ષના નેતા તરીકે જાહેર કર્યા છે.
જાણો ઓમ બિરલા વિશે
સૌથી સક્રિય સાંસદોમાંના હતા, સ્પીકર તરીકે કઠિન નિર્ણયો લેવા માટે પણ જાણીતા હતા.
રાજસ્થાનના કોટાથી ત્રણ વખત સાંસદ રહેલા ઓમ બિરલા રાજસ્થાનમાં ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ બીજેવાયએમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતા.
સાંસદ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં, તેમણે 86 ટકા હાજરી સાથે 671 પ્રશ્નો અને 163 ચર્ચાઓમાં ભાગ લીધો હતો. 2019માં બીજી વખત સાંસદ બન્યા બાદ તેમને લોકસભાના સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
નવા સંસદ ભવનનું નિર્માણ બિરલાના કાર્યકાળ દરમિયાન થયું હતું.
ત્રણ ફોજદારી કાયદાઓ, કલમ 370 હટાવવા, નાગરિકતા સુધારો કાયદો સહિત ઘણા ઐતિહાસિક કાયદા પણ પસાર કરવામાં આવ્યા હતા. તેમણે 100 લોકસભા સાંસદોને સસ્પેન્ડ કરવા અને સંસદની સુરક્ષા અંગે કેટલાક કડક નિર્ણયો લીધા હતા.
આ રેકોર્ડ બિરલાના નામે નોંધાશે
આ પાંચમી વખત છે જ્યારે સ્પીકર એકથી વધુ લોકસભા કાર્યકાળ માટે આ પદ સંભાળશે. કોંગ્રેસના નેતા બલરામ જાખડ એકમાત્ર એવા પ્રમુખ અધિકારી છે જેમણે સાતમી અને આઠમી લોકસભામાં બે ટર્મ સેવા આપી છે.
રાહુલને ગઈકાલે રાત્રે વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસે મંગળવારે રાત્રે જ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા હતા. કોંગ્રેસે 16મી લોકસભામાં 44 અને 17મી લોકસભામાં 52 સાંસદો જીત્યા હતા. આ વખતે પાર્ટીના 99 સાંસદો જીત્યા છે. જોકે, રાહુલ ગાંધીએ વાયનાડ સીટ ખાલી કરતાં આ સંખ્યા ઘટીને 98 થઈ ગઈ છે. આમ છતાં વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે પૂરતું છે.
ઓમ બિરલા પાસેથી એક સાંસદ તરીકે શીખવા જેવું : મોદી
લોકસભાના સ્પીકર પદે ફરી એકવાર ઓમ બિરલા નિયુક્ત થયા છે. આજે સદનની કાર્યવાહીના ત્રીજા દિવસે લોકસભાના અધ્યક્ષ પદની ચૂંટણી થઇ હતી. જેમાં વિપક્ષના ઉમેદવાર કે સુરેશ સામે જીત મેળવી છે.ત્યારે આ અંગે પીએમ મોદીએ ઓમ બિરલાને શુભકામના પાઠવી હતી. તેઓએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે પાછળના 5 વર્ષનો અનુભવ કામ આવશે.
લોકસભાના સ્પીકર પદે ફરી એકવાર ઓમ બિરલા નિયુક્ત થયા છે. આજે સદનની કાર્યવાહીના ત્રીજા દિવસે લોકસભાના અધ્યક્ષ પદની ચૂંટણી થઇ હતી. જેમાં વિપક્ષના ઉમેદવાર કે સુરેશ સામે જીત મેળવી છે.ત્યારે આ અંગે પીએમ મોદીએ ઓમ બિરલાને શુભકામના પાઠવી હતી. તેઓએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે પાછળના 5 વર્ષનો અનુભવ કામ આવશે.
પીએમ મોદીએ કહ્યું કે અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષમાં તમે અમને બધાનું માર્ગદર્શન કરશો. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નમ્ર અને સારી રીતે ચાલનાર વ્યક્તિ સફળ માનવામાં આવે છે. બીજી વખત સ્પીકરનો કાર્યભાર મળતા અમે નવા રેકોર્ડ બનતા જોઈ રહ્યા છીએ. બલરામ જાખડજીને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સ્પીકર તરીકેની જવાબદારી મળી. આ પછી તમને જ આ તક મળી છે. તમે જીતીને આવ્યા છો, તમે નવો ઈતિહાસ રચ્યો છે. આપણામાંથી મોટાભાગના સાંસદો તમારાથી પરિચિત છે. એક સાંસદ તરીકે તમે જે રીતે કામ કરો છો તે પણ જાણવા અને શીખવા લાયક છે. પીએમ મોદીએ કહ્યું કે ઓમ બિરલાએ સુપોષિત મા અભિયાન ચલાવ્યુ છે. તેમણે પોતાના મત ક્ષેત્રમાં સુપોષિત મા અભિયાન પર ભાર આપ્યો છે. આ ઉપરાંત માનવ સેવાના ઉત્તમ કામો ઓમ બિરલાએ કર્યા છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે તમે નિયમિત રીતે ગરીબોને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડો છો. યુવાનોને રમતમાં પ્રોત્સાહન આપવાનું કામ કરો છો.