સોમનાથ ખાતે આયોજિત 11મી ચિંતન શિબિરમાં રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રમત-ગમતના વિકાસ માટેની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં આજે 65 લાખ જેટલાં ખેલાડીઓની નોંધણી થઈ ચૂકી છે. ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ રાજ્યમાંથી ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકાને ખૂબ મહત્વની ગણાવી હતી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, જિલ્લાના વહીવટી અધિકારીઓ સમયાંતરે ડી.એલ.એસ.એસ. કે સ્પોર્ટ્સ સ્કૂલની આકસ્મિક મુલાકાત લઈને સમીક્ષા કરીને ખેલાડીઓ તથા કોચને પ્રોત્સાહિત કરે તે જરૂરી છે.
રાજ્યમાં ઑલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
Follow US
Find US on Social Medias