દિલ્હીની ભાજપ સરકારનો ઐતિહાસિક નિર્ણય
10 વર્ષ જૂની ડિઝલ ગાડી, 15 વર્ષ જુના પેટ્રોલ-સીએનજી વાહનોને ઇંધણ નહીં મળે : ફોર વ્હીલરને 10 હજાર, ટુ વ્હીલરને રૂા. 5 હજારના દંડની જોગવાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
દિલ્હીની ભાજપ સરકારે દિલ્હીમાં વાયુ પ્રદુષણ ઘટાડવા માટે કડક અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે મુજબ 10 જુન ડિઝલ વાહન અને 15 વર્ષ જુનુ પેટ્રોલ વાહનને પેટ્રોલ પંપ પરથી ઇંધણ નહીં મળે આ મામલામાં 15 વર્ષથી જુની સીએનજી વાહનને છુટ મળી છે.
સરકારના આ નિર્ણયના કારણે ઉહાપોહ મચવાની સંભાવના છે. માનવામાં આવે છે કે શરૂઆતમાં દરરોજ 6 હજાર ગાડીઓ પર કાર્યવાહી કરવી પડે શકે તેમ છે. આ મામલે કાર પર રૂા. 10 હજાર અને બાઇક પર રૂા. 5 હજારનો દંડ લાગશે.
દિલ્હી સરકારના નવા નિયમ મુજબ, 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને CNG વાહનો તથા 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને હવે ‘એન્ડ-ઓફ-લાઇફ (EOL) વાહનો’ ગણવામાં આવશે. આવા તમામ વાહનો દિલ્હીના કોઈપણ ઇંધણ સ્ટેશનમાંથી પેટ્રોલ, ડીઝલ અથવા CNG ભરી શકશે નહીં.
આ નિયમથી સૌથી વધુ પ્રભાવિત વાહનો તે હશે જે 2009 પહેલા નોંધાયેલા છે.
- Advertisement -
આ વાહનોને હવે દિલ્હી RTO દ્વારા EOL જાહેર કરવામાં આવશે અને તેમના માટે દિલ્હીના રસ્તાઓ પર દોડવા કે ઇંધણ ભરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.
આ જૂના વાહનોને ઓળખવા માટે, રાજધાનીના તમામ પેટ્રોલ પંપ પર (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ સિસ્ટમ વાહનની નંબર પ્લેટ સ્કેન કરશે અને વાહન કેટલું જૂનું છે તે શોધી કાઢશે. જો કોઈ વાહન નિર્ધારિત સમય મર્યાદા કરતાં જૂનું હોવાનું જણાશે, તો ઇંધણ સ્ટેશન એટેન્ડન્ટ તેને ઇંધણ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરશે.
સરકારે આ નિયમને અસરકારક રીતે લાગુ કરવા માટે તમામ પેટ્રોલ પંપ ઓપરેટરોને જઘઙ (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ જારી કરી છે.
જો કોઈ પણ ફ્યુઅલ સ્ટેશન પર આ નિયમનું પાલન નહીં થાય, તો ત્યાં પાર્ક કરેલા જૂના વાહનો જપ્ત કરી શકાય છે અને મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ પેટ્રોલ પંપ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જુલાઈનાં પ્રારંભે રાહત : કોમર્સીયલ રાંધણગેસ સીલીન્ડર રૂ. 58.50 સસ્તુ
તેલ કંપનીઓએ સતત બીજા મહિને ભાવ ઘટાડયા : ઘર વપરાશના રાંધણગેસનાં ભાવ યથાવત
જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાંધણગેસ વપરાશકારોને મોટી રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે અને તેના કારણે દિલ્હીથી મુંબઈ સુધી કોમર્શિયલ સિલિન્ડર રૂ.58.50 સસ્તો થયો છે. ઘરવપરાશના સબ સિલિન્ડર રાંધણગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી સિલિન્ડરના સુધારેલા ભાવ આજથી એટલે કે 1 જુલાઈ 2025 થી અમલમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પણ ઓઈલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે અને રાજધાની દિલ્હીમાં તે 58 રૂપિયા જેટલું સસ્તું થયું છે. જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ એનપીજી સિલિન્ડરના ભાવમાં અગાઉ જૂન મહિનામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો અને 1 જૂન, 2025 ના રોજ આ સિલિન્ડર 24 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો. તે સમયે પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જ વધઘટ થઇ હતી. જ્યારે રાંધણ ગેસના ભાવ યથાવત્ રખાયા હતા.