RMCની ફૂડ શાખાના ચેકિંગમાં નમૂના ફેઇલ
માંડા ડુંગર-આજીડેમ વિસ્તારમાં ફૂડ વિભાગનું ચેકિંગ : ફૂડ વિભાગે કુલ 22 ધંધાર્થીઓની સ્થળ પર ચકાસણી હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા નમૂના પરીક્ષણોમાં ચાર ખાદ્યચીજોના નમૂના સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયા છે. જેમાં સીધેશ્વર ઢોસા (નાનામવા રોડ) – બટર (લુઝ)માં ધારા ધોરણ પ્રમાણે ઇ.છ. રીડિંગ, રીચર્ટ વેલ્યૂમાં ગડબડ તથા તીલ તેલની હાજરી મળી આવતા નમૂનો ફેઇલ થયો જ્યારે ગાયત્રી મદ્રાસ કાફે (80 ફૂટ રોડ) માંથી અનમોલ કપૂરીયા તેલમાં ઇ.છ. રીડિંગ, આયોડીન વેલ્યૂ વધુ તેમજ કપાસિયા તેલની ગેરહાજરીથી નમૂનો ફેઈલ, શ્યામ ડેરી પ્રોડક્ટ્સ (કોઠારીયા રોડ)માંથી સાવરીયા લો ફેટ પનીરમાં મિલ્ક ફેટ વધુ અને રીચર્ટ વેલ્યૂ ઓછી હોવાનું સામે આવતાં નમૂનો ફેઇલ તથા ક્રિસ્ટલ બેવરેજીસના પાણીમાંથી માઇક્રોબિયલ કાઉન્ટ ધોરણ કરતાં વધુ મળતા નમૂના ફેઈલ થયા છે આ તમામ ધંધાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે.
12 ધંધાર્થીઓને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપી અને કુલ 19 ખાદ્યચીજોના નમૂનાઓ પણ સ્થળ પર ચકાસવામાં આવ્યા. જ્યારે ખ.ઉ. માર્ટ, જય ખોડિયાર ફરસાણ, ખાટુ શ્યામ દાળ પકવાન, શક્તિકૃપા ફરસાણ, દ્વારકેશ ડેરી ફાર્મ, રાધે કૃષ્ણા ડેરી ફાર્મ, યશશ્વિ પ્રોવિઝન, ધાર્મિ મેડિસિન્સ, શ્રી ગણેશ મેડિકલ, બાલાજી ખમણ, ગોકુલ કેરીનો રસ, મિલન ખમણ વગેરેનો સમાવેશ થાય છે.



