દેશભરમાં પામ ઓયલ પર લાદવામાં આવેલ પ્રતિબંધના કારણે જાન્યુઆરી 2020માં સરસવના તેલના ભાવમાં વધારે થવાનું શરૂ થઈ ગયુ છે. ત્યારબાદ લોકડાઉનમાં સરસવના તેલની કિંમત પણ વધવાની શરૂઆત થઈ ગઈ છે. હવે 1 ઓક્ટોબર 2020ના રોજ સરસવના તેલમાં બ્લેડિંગ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ બાદ કિંમતોમાં પણ વધારો થવો નક્કી માનવામાં આવી રહ્યો છે. જો એવુ થયુ તો તમારી રસોઈનું દર મહિનાનુ બજેટ વધી જશે તે નક્કી છે.
સરસવના તેલમાં બ્લેડિંગ બંધ થવાની એક તરફ યુઝર્સને ફાયદો થશે તો કિંમત વધવાથી લોકોને પોતાનું ખિસ્સુ પણ વધારે ઢીલુ કરવુ પડશે. બિઝનેસમેનનું માનીએ તો દીવાળી અને ત્યારબાદ લગ્નની સીઝનના કારણે ઓક્ટોબર 2020ના છેલ્લા અને નવેમ્બરની શરૂઆતથી જ સરસવના તેલની કિંમતોમાં વધારો જોવા મળશે. સરસવના તેલના ખુદરા રીટેલર હાજી ઈલયાસનું કહેવુ છે કે, જાન્યુઆરી 2020માં પામ ઓલ પર લાદવામાં આવેલ પ્રતિબંધોના કારણે સરસવના તેલના ભાવ 120 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા હતા. એક વર્ષ પહેલા આ તેલના ભાવ 80 થી 105 રૂપિયા પ્રતિ લીટર સુધી હતા.
- Advertisement -
ઈલિયાસના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2020માં લાગ્યુ કે, નવા સરસવ આવવાથી તેલના ભાવ ઘટી જશે. જોકે, નવા સરસવથી કિંમત ઓછી થવાની આશા પૂર્ણ થવાની હતી, તો એક સારા અને એક ખરાબ સમાચારના કારણે ભાવ ઘટવાના કોઈ અણસાર નજર આવ્યા નથી. ખરાબ સમાચાર એ છે કે, સરસવનું ઉત્પાદન આ વર્ષે ઓછુ થયુ છે. બીજુ એ કે, FASSI એ સરસવના તેલમાં બ્લેડિંગ પર રોક લગાવી દીધી છે. હવે તેલના ભાવ 130 થી 150 રૂપિયા પ્રતિ લીટર સુધી પોહોંચી ગયા છે.
ફૂડ ઈંસ્પેક્ટર (રિટાયર્ડ) કેસી ગુપ્સાએ જણાવ્યુ છે કે, નક્કી પ્રમાણ હેઠળ સરસવના તેલમાં મિક્સ કરવામાં આવતા બીજા તેલના મિશ્રણને બ્લેડિંગ કહેવામાં આવે છે. અત્યાર સુધી સરસવના તેલમાં 20 ટકા સુધી બ્લેડિંગ થતી હતી. હવે કેન્દ્ર સરકારે તેના પર રોક લગાવી દીધી છે. તેની પાછળ સરકારનું તર્ક છે કે, એક તો કોઈપણ પ્રકારના મિશ્રણવાળુ તેલનો વપરાશ થવાથી સરસવના તેલનો વપરાશ વધશે. બીજુ કેટલાક લોકો બ્લેડિંગની આડમાં મિક્સિંગનો ધંધો ચલાવી રહ્યા છે, પરંતુ હવે આ લોકોને પ્યોર સરસવનું તેલ મળશે.