– પીઓકેની મુલાકાતે આવેલા ઓઆઈસીના મહાસચિવે કાશ્મીરને વિવાદી મુદ્દો કહ્યો હતો
ઇસ્લામિક દેશોનાં સંગઠન-ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો ઓપરેશન ઓઆઈસીના મહાસચિવ હિએન બ્રાહિમ તાહાએ સોમવારે પીઓકે-પાક. કબજાગ્રસ્ત કાશ્મીરની મુલાકાત વખતે એવું બયાન આપ્યું હતું કે કાશ્મીર વિવાદ ઓઆઈસીનાં એજન્ડામાં સર્વોચ્ચ પ્રાથમિકતા પર છે. જેની ભારતે કડક શબ્દોમાં આલોચના કરી હતી. વિદેશ મંત્રાલયે ઓઆઈસીને ચેતવણી આપી હતી
- Advertisement -
કે અમારા મામલામાં દખલ ના કરો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓઆઈસીનું જમ્મુ-કાશ્મીરના મુદ્દા સાથે કંઇ લેવા દેવા નથી, જમ્મુ-કાશ્મીર ભારતનો અખંડ ભારતનો ભાગ છે.
ભારતના આંતરિક મામલામાં ઓઆઈસી દખલ ના દે. ઓઆઈસીના મહાસચિવ દુર્ભાગ્યે પાકિસ્તાનના પ્રવક્તા બની ગયા છે.