બજારમાં દિવાળીના તહેવારો પહેલાંના છેલ્લા રવિવારે મેગા ખરીદી
રાત્રિના સમયે ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ, ગુંદાવાડી સહિતની બજારમાં ઝગમગતી લાઇટિંગ આકર્ષણનું કેન્દ્ર
- Advertisement -
તહેવારો અને રોજબરોજ મોટાભાગે લોકોમાં ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ હોય છે. પરંતુ દિવાળી આવતાં જ લાખોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઓફલાઇન ખરીદી કરવા માટે શહેરની મુખ્ય બજારમાં ઊમટી પડે છે. શહેરની બજારોમાં ફરી એકવાર રોનક જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો પહેલાંના છેલ્લા રવિવારે ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ, ગુંદાવાડી, બંગડી બજાર સહિતની મુખ્ય બજારમાં મોટી સંખ્યામાં લોકો મેગા ખરીદી માટે ઊમટી પડ્યા હતા. જેમાં કપડાં, જવેલરી, ઓર્નામેન્ટ, સજાવટની વિવિધ વસ્તુઓ દિવા, લાઇટ, રંગોળીની શીટ, ચિરોડી કલર, ફટકાડા સહિતની ધૂમ ખરીદી લોકોએ કરી હતી. વેપારીઓ પણ ગ્રાહકોને આકર્ષવા નવી ડિઝાઇન્સ અને ડિસ્કાઉન્ટ સ્કીમ્સ રજૂ કરી રહ્યા છે. નવરાત્રી પછી હવે દિવાળીના તહેવાર માટે લોકો ધડાધડ શોપિંગ કરી રહ્યા છે. ભીડમાં લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ વધારી દીધું છે. હજુ પણ આ અઠવાડિયું બજારોમાં ખરીદી માટેની ભીડ રહેશે. સ્થાનીકની સાથે સાથે આસપાસના ગામડાના લોકો પણ આ બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવાર પૂર્વે ખરીદી માટે 10 ગણા વધુ લોકો આવતા હોવાનું સ્થાનીક વેપારીઓ જણાવી રહ્યા છે. તેમજ દિવાળીની રાત્રે 12 વાગ્યા સુધી બજારો ધમધમતી રહેવાની છે ત્યારે આ સિઝનમાં સારો વેપાર થાય તેવી વેપારીઓને આશા છે. આમ નવરાત્રિથી શરૂ થયેલો આ ઉત્સવનો માહોલ દિવાળી અને લગ્ન સિઝન સુધી વેપારીઓ માટે ‘ગોલ્ડન પિરિયડ’ બની રહશે.
ઑનલાઈન કરતા રૂબરૂ સારી ખરીદી
ડિસ્કાઉન્ટ કરતા ગમતી વસ્તુ પર ભાવમાં બર્ગેનીંગ કરી ખરીદી
ઘર સજાવટ, કાપડ, તૈયાર કપડાં, શૂઝ, મુખવાસ સહિતની 100થી વધુ વસ્તુઓ
મહિલાઓ માટે કપડાંથી લઈ મેકઅપ સુધીની તમામ વસ્તુઓ
ઓછા બજેટમાં સારી
વસ્તુઓની ખરીદી
લોકલ ફોર વોકલનું
ઉત્તમ ઉદાહરણ
સ્વદેશી વસ્તુઓનું જ વેંચાણ
દિવાળીના 8 દિવસમાં થશે કરોડો રૂપિયાનો વેપાર
લોકોમાં સ્વદેશી વસ્તુ ખરીદવા જાગૃતિ
- Advertisement -
દેશમાં આ દિવાળી સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેના પગલે અનેક લોકો સ્વદેશી ચીજ-વસ્તુનો આગ્રહ રાખી રહ્યા છે. આ ઉપરાંત ઓનલાઇનને બદલે તહેવારો પર બજારમાં ખરીદીનું ચલણ પણ હજુ અકબંધ છે.