એક વર્ષથી બાદ શાળાએ જતા જ વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ છવાયો
જે વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવવા માગતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
આજથી સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટ સહિત રાજયભરમાં 50 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતા.
શાળામાં પ્રવેશ સમયે શાળાના મેઈન બિલ્ડીંગના દરવાજા પાસે સેનેટાઈઝર મશીન મુકવામાં આવ્યું હતું તેમાં છાત્રોએ હાથ સેનેટાઈઝર કર્યા હતા મોઢે માસ્ક પહેર્યા હતા અને સામાજીક અંતરપણ જાળવવામાં આવ્યું હતું. એક વર્ષથી ઓનલાઈન અભ્યાસ કરી કંટાણેલા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર શાળા અને વર્ગમાં પ્રવેશતાની સાથે જ આનંદ છવાયો હતો અને ખુશખુશાલ જોવા મળ્યા હતાં.
રાજ્યમાં કોરોનાને કેસ ઘટવાને પગલે સરકારે વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક વર્ષમાં 15 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની શિક્ષણમંત્રીએ 5 જુલાઈએ જાહેરાત કરી હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને 15 જુલાઈથી સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની માર્ગદર્શિકા આપી હતી પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં હાલ 50 ટકા કેપેસિટી સાથે સ્કૂલોમાં ધોરણ-12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આવ્યા છે. જો કે, વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફે તમામ નિયમોનું પાલન કરવું પડશે, ક્લાસરૂમને રેગ્યુલર સેનિટાઇઝ કરવાના રહેશે. તેવા આદેશ કરાયા હતા તેની અમલવારી કરાઈ હતી.
- Advertisement -
શિક્ષણ વિભાગના આ પરિપત્ર અનુસાર પોતાના પાલ્યને ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે મોકલવા વાલીઓએ ફરજિયાત સંમતિપત્ર ભરી આપવું પડશે. જે વાલીની લેખિતમાં સંમતિ હશે તેના પાલ્યોને જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવવા માગતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.


