મહાશિવરાત્રી પૂર્વે સોમનાથ મંદિર સહિતના સ્થળોની કલેક્ટરે સમીક્ષા કરી
તા.14, 15 અને 16 દરમિયાન સોમનાથ પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે મહાશિવરાત્રી પૂર્વે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય દ્વારા સવારના સમયે સોમનાથ મંદિર, શોપિંગ હાટ સહિત મંદિર પરિસર આસપાસના વિવિધ સ્થળોની પગપાળા મુલાકાત લઈ અને સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે એ માટે ફ્રિસ્કિંગ પોઈન્ટ, લગેજ પોઈન્ટ સહિતની પૂરતી વ્યવસ્થાઓ તેમજ બહારથી આવતા યાત્રિકોની પાર્કિંગ વ્યવસ્થા સહિત ટ્રાફિક નિયમન જળવાઈ રહે એ માટે વન વે અને નો પાર્કિંગના જાહેરનામા અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના મુદ્દે ઉપસ્થિત શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. મહાશિવરાત્રીના પર્વ દરમિયાન સોમનાથના આંગણે ભક્તોની ભીડ રહે છે ત્યારે જૂના સોમનાથ મંદિર તરફનો અને સાગરદર્શન તરફ જતો રસ્તો માત્ર રાહદારીઓ માટે જ રહેશે. મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ શકે એ માટે ભંડારાની વ્યવસ્થા તેમજ તા.14, 15 અને 16 દરમિયાન સોમનાથ પરિસરમાં ભક્તિસભર અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.



