રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો ચાલી રહેલ છે. આ વિકાસકામો સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને પ્રોગ્રેસ રીપોર્ટની જાણકારી મળી રહે તે માટે સ્થળ મુલાકાત લેવામાં આવે છે. જે અનુસંધાને આજ તા.૦૬/૦૭/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૦૬માં ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે રૂ.૪.૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ અદ્યતન લાઈબ્રેરીની સ્થળ મુલાકાતે મેયર ડૉ.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, બાંધકામ સમિતિ કેતનભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, ભાવેશભાઈ દેથરિયા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી રત્નાભાઈ રબારી, લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબભાઈ પઠાણ, વોર્ડ નં.૦૬ના પ્રભારી રમેશભાઈ પરમાર, પ્રમુખ ઘનશ્યામભાઈ કુંગશીયા, મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ અને વિરમભાઈ રબારી વિગેરે ઉપસ્થિત રહેલ.
- લાઇબ્રેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કવર્ડ પાર્કિંગ, યોગારૂમ, સ્ત્રી અને પુરૂષ માટે અલગ અલગ ટોઇલેટ, એટેચ્ડ ટોઇલેટ સાથે સિક્યુરીટી રૂમ વિગેરેની સુવિધા
- લાઇબ્રેરીમાં પ્રથમ માળે રીસેપ્શન, લોકર રૂમ, સ્ટોર રૂમ, વાંચનાલય, લાયબ્રેરીયન રૂમ, કોન્ફરન્સ રૂમ, ડિજીટલ લાયબ્રેરી
- બીજા માળે વાંચનાલય, સ્ટાફ રૂમ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે વાંચનાલય રૂમ
- ત્રીજા માળે વાંચનાલય અને મલ્ટીમિડીયા રૂમ તેમજ તમામ માળે સ્ત્રી અને પુરૂષ માટે અલગ ટોઇલેટ બ્લોક અને પાણીના રૂમ, અને લીફટ વગેરે જેવી આધુનીક વ્યવસ્થા
- લાઇબ્રેરીનુ કલરફુલ આકર્ષક એલીવેશન
- લાઈબ્રેરીમાં રૂફટોપ સોલાર સિસ્ટમની વ્યવસ્થા
- સમગ્ર લાઈબ્રેરીમાં ફાયર સિસ્ટમ
- સમગ્ર લાઈબ્રેરીમાં સેન્ટ્રલ એ.સી. સિસ્ટમ
- લાઈબ્રેરી દ્વારા પુર્વ ઝોનમાં રહેતા તમામ લોકોને વાંચન સાહિત્યનો લાભ મળશે
લાઈબ્રેરીના સિવિલ વર્કનું કામ મોટાભાગનું પૂર્ણ થયેલ છે. ટુંક સમયમાં લાઈબ્રેરી માટે આધુનિક ફર્નીચર તેમજ ઇન્ટીરિયર કામગીરી વહેલાસર હાથ ધરવા પદાધિકારીઓએ સંબંધિત અધિકારીને સુચના આપેલ છે.
- Advertisement -


