હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું સવિશેષ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી દર મનોકામના પૂરી થાય છે. ત્યારે હવે મહાશિવરાત્રિને આડે માત્ર 2 જ દિવસ બાકી છે ત્યારે ચાલો જાણીએ કે આ શિવરાત્રી દેવાધિદેવને શું પ્રસાદ ખૂબ પ્રિય છે.
મહાશિવરાત્રિ પ્રસાદ
26 ફેબ્રુઆરી એટલે કે બુધવારે મહાશિવરાત્રિનો તહેવાર છે અને આ દિવસ હિન્દુઓ માટે એક મોટો ઉત્સવ સમાન છે. આ દિવસે ભોળાનાથની પૂજા અર્ચના કરવાથી ભોળાનાથી દરેક મનોકામના પૂરી કરે છે. ત્યારે ચાલો જાણીએ કે આ શિવરાત્રી મહાદેવને શેનો ભોગ ધરાવવો.
- Advertisement -
ખીર
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના દરેક ભક્ત તેમને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે. તો તમે પણ શિવરાત્રીના દિવસે ભોલે બાબા માટે પ્રસાદ તરીકે સાબુદાણા અથવા માખાનાની ખીર પ્રસાદ રૂપે બનાવી શકો છો. આ ખીર ચોખાની ખીરની જેમ બનાવવામાં આવે છે.
ઠંડાઈ
ધાર્મિક માન્યતાઓ અનુસાર વિષપાન કર્યા પછી મહાદેવને કંઠમાં બળતરા થવા લાગી અને તે શાંત કરવા માટે દેવતાઓએ ભોલેનાથને ઠંડી વસ્તુઓ ખવડાવી. ઠંડાઈએ ભગવાન શિવને ઠંડક પ્રદાન કરી અને તેમને થતી બળતરાને શાંત કરી. આ જ કારણ છે કે મહાશિવરાત્રી પર ખાસ કરીને ભોલેનાથને ચઢાવવામાં આવતા પ્રસાદમાં ઠંડાઈ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે.
રવાનો શીરો
દરેક સારા તહેવારે ખાસ કરીને પૂનમના દિવસે અને સત્ય નારાયણ ભગવાનની કથા કરીએ ત્યારે રવાનો શીરો દરેક ઘરમાં ચોક્કસ બને છે. તો ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવરાત્રી પર તમે રવાના શિરાનો પણ ભોગ ધરાવી શકો છો.
- Advertisement -
માવાની મીઠાઇ
મહાદેવને સફેદ વસ્તુઓ ખૂબ પ્રિય છે એવું માનવામાં આવે છે. તો આ શિવરાત્રી પર તમે પ્રસાદમાં માવાની મીઠાઇ પણ ધરાવી શકો છો.
પંચામૃત
દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના મિશ્રણને પંચામૃત કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને ચરણામૃત પણ કહે છે. ચરણામૃત એટલે ભગવાનના ચરણોનું અમૃત અને પંચામૃત એટલે પાંચ અમૃત એટલે કે પાંચ પવિત્ર વસ્તુઓમાંથી બનેલું. પૂજા દરમિયાન ભગવાનને અર્પણ કરવા માટે પંચામૃતનો ઉપયોગ થાય છે. આ મહાશિવરાત્રી પર તમે ભગવાન શિવ માટે પંચામૃત પણ તૈયાર કરી શકો છો.