2022માં 17 વર્ષની દિકરીના લગ્ન ભાવનગરના યુવાન સાથે કરી નાંખ્યા હતાં
સમાજ સુરક્ષા અધિકારીએ ફરીયાદ નોંધાવતા કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવાગામમાં વર્ષ 2022માં 17 વર્ષીય સગીર દિકરીના લગ્ન ભાવનગરના યુવાન સાથે કરનાર વરરાજા તેમજ ક્ધયાના માતા-પિતા અને લગ્ન કરાવનાર ગોર અદા વિરૂદ્ધ સમાજ સુરક્ષા અધિકારીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ સમાજ સુરક્ષા અધિકારી અને બાળ લગ્ન પ્રતિબંધિક અધિકારી તરીકે ફરજ બજાવતાં સંતોષભાઈ રાઠોડએ ભાવનગરના રંઘોળા રહેતા વરરાજા અશોક દેવા મેટાડીયા, વરરાજાના પિતા દેવશીભાઈ મેટાળીયા, વરરાજાની માતા જયાબેન, નવાગામ રહેતા ક્ધયાના પિતા અમરશીભાઈ રાઠોડ, માતા મંજુબેન અને ગોર મહારાજ મુકેશ લીલાધર મહેતા સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની કચેરીમાં એક મહિલાએ તા.13/04/2022ના બાળ લગ્ન થયા અંગેની અરજી કરી હતી. જે અંગે તપાસ કરતાં જેના બાળ લગ્ન થયેલ હતા તે નવાગામમાં રહેતી દિકરીને રૂબરૂ બોલાવી પુછપરછ કરતા જણાવેલ હતુ કે, પોતાના લગ્ન તા 02/02/2022ના નવાગામમાં રંધોળા ગામના અશોક સાથે બંને પરીવારની હાજરીમાં થયા હતા દિકરીના જન્મ તારીખના પુરાવા, શાળા છોડયાનું પ્રમાણપત્ર ચેક કરતાં ક્ધયાની ઉંમર લગ્ન તારીખ 02/02/2022ના તા.27/02/2005 હોય જે મુજબ લગ્નના દિવસે 16 વર્ષ 11 માસ અને 06 દિવસ હતી. તેમજ વરરાજા અશોકની ઉંમર લગ્નના દિવસે 28 વર્ષ 12 દિવસ હતી. જેથી લગ્ન બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ભંગ કરીને ગુન્હો કરવામાં આવેલ હતો જે બાદ ક્ધયાના પિતા અમરશીભાઈ રાઠોડ અને માતા મંજુબેન રાઠોડનું સયુક્ત નિવેદન તા.17/05/2022ના લેવામાં આવ્યું હતું જેમાં નિવેદનમાં તેઓએ પોતાની પુત્રીના બાળ લગ્ન થયાનું જણાવેલ છે તેમજ વરરાજા અશોકભાઇ મેટાળીયાનું નિવેદન લેવામાં આવેલ જેમાં તેઓએ જણાવેલ કે અમરશીભાઈ રાઠોડની પુત્રીના લગ્ન પોતાની સાથે તારીખ 02/02/2022 ના કરવામાં આવેલ હતા જે પંચની હાજરીમાં તમામના નિવેદન નોંધવામાં આવ્યાં હતા. તેમજ બાળ લગ્ન કરાવનાર ગોર મહારાજ મુકેશભાઈ મહેતાનું નિવેદન તા.17/05/2022 ના લેવામાં આવેલ જેમાં તેઓએ જણાવેલ કે, નવાગામના રહીશ અમરશીભાઈ રાઠોડની પુત્રી (ઉ.વ.17) ના લગ્ન ભાવનગરના રહીશ દેવશીભાઈ મેટાળીયાના પુત્ર અશોક સાથે કરવામાં આવેલ હતા. જેમાં લગ્નવિધી પોતાના દ્વારા કરવામાં આવેલ હતી. ક્ધયા પક્ષ તરફથી રૂ.1100 અને વર પક્ષ તરફથી રૂ. 351 દક્ષીણા મળેલ હતી બાળ લગ્ન અંગેની ફરીયાદ મહિલા પાસે લગ્ન અંગે પુરાવા માંગતા તેઓએ તા. 29/11/2022 ના લગ્નના ફોટોગ્રાફ રજુ કરેલ હતા. ઉપરાંત નિવેદન પરથી જાણવા મળેલ કે, ક્ધયાને હાલમાં સંતાન પણ થયેલ છે જેથી લગ્ન થયા અંગેનો પુરતો પુરાવો હોવાનું જણાવે છે. જેથી બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



