પોરબંદર જિલ્લામાં રજાના દિવસે પણ મામલતદાર કચેરીઓ અને વન વિભાગના ગોડાઉન ખુલ્લા રાખી પશુપાલકોને ઘાસનું વિતરણ થયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ હાલની વરસાદી સ્થિતિમાં પશુપાલકો ને મુશ્કેલી ન પડે અને રાહત મળે તે માટે આજે રજાના દિવસે પણ તાત્કાલિક ધોરણે પશુપાલકોને વિનામુલ્યે ઘાસ પૂરું પાડવા માટે કાર્ડ ઇસ્યુ કર્યા હતા રાજ્ય સરકારના પરિપત્રની અમલવારી કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ થોડાં કલાકોમાં આ કામગીરી પૂર્ણ કરતા પશુપાલકોને પણ રાહત થઈ હતી.
- Advertisement -
વન વિભાગના ગોડાઉન માંથી આજે જ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.પોરબંદરના કલેક્ટર એસ.ડી.ધાનાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન વિભાગ અને મામલતદાર કચેરી વચ્ચે સંકલન કરી ગ્રામ્ય સ્તરે આ બાબતે જાણકારી આપી પશુપાલકોને જાણ કરવામાં આવી હતી.પશુપાલકોને તાત્કાલિક ધોરણે એક પશુદીઠ 4 કિલો ધાસ એક સામટે સાત દિવસનો જથ્થો વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો તેમ આ કામગીરીની વિગત આપતા ડિઝાસ્ટર મામલતદાર પોરબંદર દ્વારા જણાવાયું હતું.