યુવાન પાસેથી બળજબરી કરી ચેક લઇ બાદમાં મોટી રકમ ભરી ચેક રિટર્ન કરાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
ધ્રાંગધ્રા તાલુકાના હિરાપૂર ગામના યુવાન સાથે એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં હિરાપુર ગામે રહેતા તેજસ વાસુદેવભાઇ ગઢીયા પાસેથી તેઓના પિતા વાસુદેવભાઇના નામનો ચેક બળજબરી પૂર્વક લઇ 2.40 કરોડનો ચેક બેંકમાં રિટર્ન કરાવતા યુવાને બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના હિરાપૂર ગામે રહેતા તેજસ વાસુદેવભાઈ ગઢીયાને આગાઉ પરેશભાઇ રબારી સાથે ઓળખાણ થઈ હતી જેમાં પરેશભાઇ રબારીએ તેજસને મેચમાં સટ્ટો રમવા માટે પાચ લાખનું બેલેન્સ કરાવી આપ્યું હતી જે પાચ લાખ સટ્ટામાં હારી ગયા બાદ ફરી 4.50 લાખનું બેલેન્સ કરી આપેલ જે અંગેના 4.50 લાખ રૂપિયાની પરેશભાઇ રબારી દ્વારા ઉઘરાણી કરતા તેજસ ગઢીયા પોતાના પિતા વાસુદેવભાઇના નામનો કોરો ચેક આપેલ હોય જે બાદ અચાનક વાસુદેવભાઇ ગઢીયાના ઘેર 2.40 કરોડના ચેક રિટર્નની ઝાકીરહુસેન ઇસ્માઈલભાઈ વ્હોરા દ્વારા નોટિસ મોકલતા તેજસ વાસુદેવભાઇ ગઢિયાએ ખોટી રીતે બળજબરી પૂર્વક ચેક લઇ ચેકમાં મોટી રકમ ભરી રિટર્ન કરાવનાર પરેશભાઇ રબારી અને ઝાકીરહુસેન ઇસ્માઈલભાઈ વ્હોરા રહે: બાવળા વાળા વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.