ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.20
રાજ્યભરમાં સતત ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે. જેના કારણે થઇ ને બિમારીમાં પણ વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ તાવના જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પેટમાં દુખાવો અને ઝાડા ઉલટી ને લગતી ફરિયાદો વધતા 108 ઇમરજન્સી સર્વિસની દોડધામ વધતી જોવા મળી રહી છે. 12મી મેથી 18મી મે સુધીમાં છેલ્લા એક અઠવાડિયામાં 108ને વિવિધ બીમારી ના 529 જેટલા કોલ આવ્યા છે. અતિશય પડી રહેલી ગરમીના કારણે બિમારીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 12 થી 17 મે સુધીમાં અમદાવાદમાં કુલ 73 ઇમરજન્સી નોંધાઇ છે. રાજ્યમાં આ તબક્કા દરમિયાન ભારે તાવના 375 કોલ આવ્યા હતા. જેમાં સૌથી વધુ 16મીએ 72 17 મી એ 70 કોલ્સ આવ્યા છે.
- Advertisement -
પેટમાં દુખાવાના સાત, ઝાડા ઉલટી ને લગતા 34, હિટ સ્ટ્રોક 3 અને ચક્કર ખાઈને બેભાન થવાના ત્રણ જેટલા કોલ આવ્યા હતા. તબીબોએ સલાહ આપી છે કે, જરૂરી કામ સિવાય ઘરની બહાર ન જવું અને પાણી વધુ પીવું જોઇએ.
વધતી ગરમીના કારણે બીમારીનું પ્રમાણ વધ્યું, એક અઠવાડિયામાં 108ને 529 કોલ આવ્યા
લૂ લાગવાના લક્ષણો
- Advertisement -
– લાલશ અને શુષ્ક ત્વચા
– માથાનો દુખાવો
– શ્ર્વાસોેશ્વાસ અને હૃદયના ધબકારા
ઝડપી થવા
– શરીરનું તાપમાન
વધારે લાગે
– ઉબકા અને ઉલટી થવી
– સ્નાયુની નબળાઈ અથવા ખેંચાણ