જેતપુર ખાતે નારી ગૌરવ દિન કાર્યક્રમ યોજાયો
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર અને સહકારી આગેવાન લલિતભાઈ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ : ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સયુક્ત ઉપક્રમે જેતપુર, જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટા વિસ્તારનો ‘‘નારી ગૌરવ દિન’’નો કાર્યક્રમ જેતપુર પટેલ સમાજ ખાતે યોજાયો હતો. જેમાં બહેનોના ઉત્કર્ષ અર્થે તેમને વ્યવસાય કરવા માટે વગર વ્યાજે રૂપિયા ૯૩ લાખની રકમની લોનના ચેક અર્પણ કરાયા હતા.

- Advertisement -
આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવ્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બનીને ગૌરવપૂર્ણ જીવન જીવે એ માટે રાજ્ય સરકારે અનેક વિધ યોજનાઓ અમલી બનાવી છે, એટલે જ રાજ્યની નારી શક્તિ પુરુષ સમોવડી બની આર્થિક રીતે પગભર બની ગૌરવ પૂર્ણ જીવન જીવી રહી છે.
બહેનોને સખી મંડળમાં જોડાવવા માટે અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ એ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં સખી મંડળ મહિલાઓના આર્થિક વિકાસનું અગ્રમાધ્યમ બન્યું છે.

- Advertisement -
આ પ્રસંગે જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ અર્થે ખૂબ સારી કામગીરી થઇ રહી છે, જેનાથી આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ પણ આર્થિક રીતે સક્ષમ બની છે.
નારી ગૌરવ દિનના આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ કયાડા તેમજ રાજકોટ સહકારી દૂધ ઉત્પાદક સહકારી ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાંએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, સહકારી આગેવાન લલિતભાઈ રાદડિયા સહિતના મહાનુભાવોના હસ્તે સખી મંડળની લાભાર્થી બહેનોને વગર વ્યાજે રોજગાર માટેની લોનના ચેક અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નગર પાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલિયા, રમાબેન મકવાણા, મનસુખ ભાઈ ખાચરિયા, બિંદિયા મકવાણા, ગોરધનભાઈ ધામેલીયા, દિનકર ગુંદરિયા, વેલજી ભાઈ સરવૈયા, રામ ભાઈ જોગી, પી. જી. ક્યાડા, જનક ડોબરીયા, સુભાષ બાંભરોલિયા, ભૂપતભાઈ સોલંકી, આર. કે. રૈયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



