ગરમી હોવાથી મતદાન વહેલાં કરી આવવું : અમિત હપાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
રાજકોટમાં આવેલી પ્રગતિ હોસ્પિટલ દ્વારા મતદાન જાગૃતિ કરાય હતી. પ્રગતિ હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફ દ્વારા અમે મતદાન કરશું અને અન્યો ને મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન કરાવશું તેવી શપથ લીધી હતી. ડોક્ટર અને સ્ટાફે શપથ લેતા કહ્યું કે હું ચોક્કસ મતદાન કરીશ અને મારા સગા સંબંધી મિત્રો અને પડોશીઓને પણ મતદાન કરવાનું ચોક્કસ કહીશ. મતદાન કરવાનો મારો હક અને પવિત્ર ફરજ છે જે હું જરૂર નિભાવીશ આમ પ્રગતિ હોસ્પિટલ ના સ્ટાફ અને ડોક્ટર દ્વારા શપથ લેવાયા હતા.
ડોક્ટર અમિત હંપાણીએ કહ્યું કે મતદાન આ ગરમીની ઋતુ હોવાથી સવારે જેટલું બને તેટલું વહેલું મતદાન કરી લેવું મતદાન એ આપણો હક અને ફરજ છે જે આપણે અવશ્ય નિભાવવો જોઈએ અને આપણો ભારતના સર્વાંગી વિકાસમાં ફાળો આપવો જોઈએ. ત્યારે ડોક્ટર બબીતા હપાણીએ કહ્યું મતદાન એ આપણી નૈતિક ફરજ છે જે આપણે પૂરી કરવી જોઈએ અને સૌએ મતદાન કરી પોતાની ફરજ નિભાવવી જોઈએ અને પોતાને લોકતંત્ર માં મળેલ વિશેષાધિકાર નો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. પ્રગતિ હોસ્પિટલ ના ડો અમિત હપાણી,MD,FCCP,ડો બબીતા હપાણી MD,DM સાથે ડો કુંતલ જીવાણી MD,CCEBDM, ડો જતીન કાપડિયા,ડો વિશાલ ખાંડવી,ડો અફઝલ ખોખર,ડો જુનેદ મંસૂરી,ડો યજ્ઞેશ આહીર,ડો દેવાંગી મહેતા,સંજય નાથાણી, નુસરતભાઈ વિગેરે હાજર રહ્યા હતા