રાજકોટના રંગપર પાસે આવેલ ન્યારી -2 ડેમ 20 ફૂટની સંગ્રહ ક્ષમતા ધરાવે છે. હાલ પડી રહેલા અવિરત વરસાદને પરિણામે ડેમ 19 ફૂટ ભરાઈ જતા પાણીની સપાટી જાળવણી અર્થે એક દરવાજો ત્રણ ઇંચ જેટલો ખોલી 190 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમની કુલ કેપેસીટી પૈકી હાલ ડેમમાં 350 એમસીએફટી પાણીનો સંગ્રહ જમા થયેલો છે. ન્યારી – 2 ડેમના ઓવરફ્લો થવાથી આસપાસના 10 ગામોને અસર થવાની શક્યતા હોય આસપાસના નીચાણવાળા ગ્રામજનોને સચેત કરવામાં આવ્યા છે.
- Advertisement -
નોંધનીય છે કે, ન્યારી-2 ડેમના સિંચાઈના પાણીથી આસપાસના રંગપર, મેટોડા, સરપદડ, પાટી રામપર, બોડીઘોડી, વણપરી, ન્યારા, ખંભાળા, તરઘડી સહીત 10થી વધુ ગામોને સિંચાઈના પાણીનો લાભ મળે છે.