ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા જૂનાગઢ હસ્તકની કુલ 179 આંગણવાડીઓ દ્વારા 7 જુદી જુદી જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણ અને સ્વાસ્થ્ય વિશે સમુદાય સ્તરે મહત્તમ જાગૃતિ લાવી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
- Advertisement -
આ કાર્યક્રમોમાં આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા દ્વારા પોષણ સંગમ કાર્યક્રમની રૂપરેખા, અનુસરવાના થતા 10 પગથીયાં, તેમજ ઈખઅખ અને ઊૠઋ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને જાગૃતિ માટે આકર્ષક સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીની કિશોરીઓ દ્વારા સુંદર રંગોળી બનાવવામાં આવી. કાર્યક્રમના અંતે ગંભીર અને સામાન્ય કુપોષણ માંથી સુધારો કરીને લીલા ગ્રેડમાં આવેલા બાળકો તેમજ તેમના વાલીઓને પોષણ સંગમના લોગોવાળો ખાદીનો હાથરૂમાલ, ક્રેયોન્સ કલર અને કલર ચીત્રપોથી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.