રાજકોટ – આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તા.૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન સમગ્ર માસ પોસણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
વિભાગ દ્વારા પહેલા સપ્તાહ દરમ્યાન વૃક્ષારોપણ સહિતના જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બીજા સપ્તાહમાં પોષણ જાગૃતિ અંતર્ગત આજ રોજ ક્લેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તથા અન્ય અધિકારીઓ દ્વારા પોષણ શપથ લેવામા આવ્યા હતાં.
- Advertisement -
રાજકોટ જિલ્લાના તમામ તાલુકામા કોરોના વેક્સિન કામગીરી યોજાઈ
પોષણ અભિયાન અંતર્ગત આજ રોજ તમામ તાલુકા કક્ષાએ રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. કસ્તુરબા ધામ નજીકના કાળીપાટ ગામે કોરોના વેક્સિન કામગીરીમાં પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા દવે, હેલ્થ ઓફિસર, આંગણવાડી કાર્યકર સહીત આરોગ્ય વિભાગના લોકોની હાજરીમાં વેક્સિનની કામગીરી હાથ ધરાઈ હતી. જેનો ૪૦ લાભાર્થીએ લાભ લીધો હોવાનું પ્રોગ્રામ અધિકારી જિજ્ઞાસાબેન દવેએ જણાવ્યું હતું.



