ગીર સોમનાથ જિલ્લામાં પોષણ માસ-2023ની ઊજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે ઉના તાલુકાના ઉના-50 આંગણવાડી કેન્દ્ર પર પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂર્ણા દિવસ તથા પોષણ માસ-2023ની ઊજવણી અંતર્ગત કિશોરીઓ દ્વારા પૂર્ણા શક્તિમાંથી વાનગી હરીફાઈ તેમજ પૂર્ણા શકતીના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને એનિમીયા વિશે જાગૃતિ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. સાથે જ ‘પોષણ ભી પઢાઈ ભી’ એક્ટિવીટી અંતર્ગત બાળકોને જુદા જુદા પોષણ સ્ત્રોત વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ગીર-સોમનાથ જિલ્લામાં ઊના આંગણવાડી કેન્દ્ર પર પોષણ માસની ઉજવણી કરાઈ

Follow US
Find US on Social Medias