સુપ્રીમ કોર્ટની નુપુર શર્માને ફટકાર લગાવતાં કહ્યું તમારે આખા દેશની માફી માંગવી જોઈએ તમારા નિવેદનને કારણે સંપૂર્ણ દેશ ભડકે બળ્યો છે
- Advertisement -
સુપ્રીમ કોર્ટની નુપુર શર્માને ફટકાર,કહ્યું તમારે આખા દેશની માફી માંગવી જોઈએ. તમારા નિવેદનને કારણે સંપૂર્ણ દેશ ભડકે બળ્યો છે, ઉદયપુરમાં બનેલી કમનસીબ ઘટના માટે પણ તમારી નિવેદનબાજી જવાબદાર છે.
મોહમ્મદ પયંગબરની વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને નૂપુર શર્માએ SCનો દરવાજો ખટખટાવ્યો
મોહમ્મદ પયંગબરની વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે.
- Advertisement -
દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નૂપુર શર્મા જવાબદાર છે
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. મોહંમદ પયંગબરને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.
કોર્ટે નૂપુર શર્માને કહ્યું કે, ઉદયપુરની ઘટના તેમના લીધે જ થઈ
કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, નૂપુર શર્મા દ્વારા પયંગબર મોહમ્મદના કરવામાં આવેલી ટિપ્પણી મામલે બીજેપીથી સસ્પેન્ડ કરવામાં આવેલા નૂપુર શર્માને સુપ્રમી કોર્ટે ફીટકાર વરસાવતાં જણાવ્યું કે, નૂપુર શર્માને પૂરા દેશ સામે માફી માંગવી જોઈએ. આ સાથે કોર્ટે કહ્યું કે, ઉદયપુરની ઘટના તેમના લીધે જ થઈ છે.
When Nupur Sharma's lawyer tells Supreme Court that she is joining the investigation and not running away, Supreme Court says – there must be a red carpet for you there.
— ANI (@ANI) July 1, 2022
તાજેતરમાં ટીવી ડિબેટમાં પયંગબર મોહમ્મદ વિરૂદ્ધ એક વિવાદીત ટિપ્પણી કરી
તમને જણાવી દઈએ કે, નૂપુર શર્મા બીજેપીના પ્રવક્તા રહી ચૂક્યાં છે. તેમણે હાલમાં જ એક ટીવી ડિબેટમાં પયંગબર મોહમ્મદ વિરૂદ્ધ એક વિવાદીત ટિપ્પણી કરી હતી. જેનો દેશભરમાં ઘણો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ કુવૈત, યુએઈ અને કતર સહિત તમામ મુસ્લિમ દેશોએ તેમના આ નિવેદનની આલોચના કપરી છે. જે બાદ નૂપુર શર્માને પાર્ટીમાંથી નિલંબિત કરી દેવામાં આવ્યાં
નૂપુર શર્માની પયંગબર મોહમ્મદની ટિપ્પણી દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થયું હતું
નૂપુર શર્માની પયંગબર મોહમ્મદની ટિપ્પણી પર લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં તેમની વિરૂદ્ઘ એફઆઈઆર પણ નોધાવવામાં આવી છે. નૂપુર શર્માએ તમામ મામલાઓ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.