ગુજરાતમાં 41,632 ગંભીર તીવ્ર કુપોષિત બાળકોને રિહેબિલિટેશન માટે દાખલ કરાયાં
ગુજરાતમાં કુપોષણ સહિતના કારણે નવજાત બાળકોનો મૃત્યુનો આંક અટકતો નથી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 41,632 ગંભીર તીવ્ર કુપોષિત બાળકોને ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવા પડયા છે. ગંભીર તીવ્ર કુપોષિત બાળકોની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં બમણો વધારો થયો છે, જે ચિંતાજનક બાબત છે. નવજાત બાળકો અને ગર્ભવતી મહિલાઓને યોગ્ય અને પૂરતી સુવિધા પૂરી પાડવાની બાબતને લઈને પણ તંત્ર સામે સવાલો ઊભા કરાયા છે.
ગુજરાતમાં કુપોષણ સહિતના કારણે નવજાત બાળકોનો મૃત્યુનો આંક અટકતો નથી. ગંભીર કુપોષણથી હજારો નાના બાળકો પીડાઈ રહ્યા છે, જેના લીધે તેમને ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. ગુજરાતમાં ત્રણ વર્ષમાં 41,632 બાળકોને સેન્ટરમાં દાખલ કરાયા છે. બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવા મામલે સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમાંકે છે. ગંભીર કુપોષિત બાળકો મામલે છેલ્લા ત્રણ વર્ષમાં બમણો વધારો થયો છે. વર્ષ 2020-21માં 9606, વર્ષ 2021-22માં 13,048 અને વર્ષ 2020-23માં 18,978 બાળકોને ન્યુટ્રીશન રિહેબેલિટેશન સેન્ટરમાં દાખલ કરાયા છે. ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી વધુ બાળકોનાં મોત થાય છે, આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય છે.
, આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કુપોષિત બાળકોની વધતી જતી સંખ્યાને લઈ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે, સાથે જ પોષણ અભિયાનોના નામે કરોડો રૂપિયા ક્યાં જાય છે તેને લઈને સવાલો ખડા કરવામાં આવ્યા છે.