-56% ખાતા મહિલાઓના અને 67% ખાતા ગ્રામીણ/અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે
28મી ઓગસ્ટ 2014ના રોજ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) તરીકે પ્રખ્યાત નાણાકીય સમાવેશ પરનું રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું હતું અને તેને લગભગ 9 વર્ષ પૂર્ણ થયા છે. બેંકો દ્વારા સબમિટ કરાયેલા તાજેતરના અહેવાલો મુજબ 9મી ઓગસ્ટ 2023ના રોજ જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે.
- Advertisement -
આ ખાતાઓમાંથી 56% ખાતા મહિલાઓના છે અને 67% ખાતા ગ્રામીણ/અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં જમા રકમ રૂ. 2.03 લાખ કરોડથી ઉપર છે. આ ખાતાઓમાંઅને લગભગ 34 કરોડ રુપે કાર્ડ મફતમાં જારી કરવામાં આવ્યા છે. PMJDY ખાતાઓમાં સરેરાશ બેલેન્સ રૂ. 4,076 અને 5.5 કરોડથી વધુ PMJDY ખાતાઓને DBT લાભો મળી રહ્યા છે.
PMJDY યોજના દેશના નાણાકીય લેન્ડસ્કેપને બદલવામાં સફળ રહી છે અને પુખ્ત વયના લોકો માટે બેંક ખાતામાં સંતૃપ્તિની નજીક લાવી છે. PMJDYની સફળતા ટેકનોલોજી, સહયોગ અને નવીનતા દ્વારા ઔપચારિક બેંકિંગ સિસ્ટમ સાથે છેલ્લા માઈલને જોડવાના પ્રયાસ સાથે યોજનાના વ્યાપક સ્વરૂપમાં રહેલી છે.
PMJDY ખાતાધારકોને બહુવિધ લાભો આપે છે જેમ કે લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત વિનાનું બેંક ખાતું, રૂ.2 લાખના અને ઓવરડ્રાફ્ટ સુવિધા રૂ.10,000 ઇનબિલ્ટ અકસ્માત વીમા સાથે વિનામૂલ્યે છીઙફુ ડેબિટ કાર્ડ.