આગામી એક મહિનામાં પ્રશ્ર્નો હલ નહીં થાય તો આંદોલનની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ઝાલાવાડથી સૌરાષ્ટ્ર તરફ જતા દરેક પેસેન્જરો માટે મૂળી એપી સેન્ટર ગણવામાં આવે છે ત્યારે મુળી બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા કેટલાક સમયથી પેસેન્જરોને સુવિધાનો અભાવ હોવાના લીધે માત્ર નામનું જ સુવિધાજનક બસ સ્ટેન્ડ બન્યું છે તેવામાં મૂળી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાજકોટ અથવા સુરેન્દ્રનગર અભ્યાસ માટે જતા વિધાર્થીઓને પાસ, ટિકિટ રિઝર્વેશન તથા સીસીટીવી કેમેરા સહિત પાયાની સુવિધા મળતી નથી. જ્યારે કરોડોના ખર્ચે અધતન મૂડીનું બસ સ્ટેન્ડ માટે શોભાના ગાંઠીયા સમાન બની રહ્યું હોવાને લઈ મૂળી એન.એસ.યુ.આઈ ટીમ દ્વારા એસ.ટી વિભાગને રજૂઆત કરી હતી જેમાં ખાસ કરીને સ્થાનિક વિદ્યાર્થીઓને સામાન્ય પાસ કઢાવવા માટે સુરેન્દ્રનગર સુધીના ધક્કા થાય છે જેના લીધે વિધાર્થીઓના સમયનો વ્યય અને પરિવારને આર્થિક ફટકો પડે છે ત્યારે આ પ્રકારની પ્રાથમિક અને પાયાના પ્રશ્નોનું આગામી એક મહિનામાં નિરાકરણ નહીં આવે તો એન.એસ.યુ.આઈ દ્વારા આંદોલન કરવા સુધીની તૈયારી દર્શાવી હતી.



