૨૧ મે ૨૦૨૧ના રોજ ગુજરાત સરકાર તરફથી અંતીમ વર્ષ અને મેડિકલ પેરા-મેડીકલ શાખા સીવાય ના તમામ વિદ્યાર્થીઓ ને માસ-પ્રમોસન આપવાની જાહેરાત કરી હતી.પરંતુ ધણા કોસૅ ની કોઈ પણ માસ-પ્રમોશન ની જાહેરાત ન થતાં વીદ્યાર્થીઓ મુશ્કેલીઓ માં મુકાયા છે જેને લઈને NSUI ના વીદ્યાર્થી નેતા મેહુલભાઈ પંચાલ દ્ધારા ડોક્ટર ઓફ ફામૅસી ના વીદ્યાર્થીઓ માટે GTU ને તુરંત જ આ વીદ્યાર્થીઓ ની પરીક્ષા લેવાની છે કે નહિ તે જાહેર કરવામાં આવે તેવો પત્ર તા.૬ જુન ના રોજ GTU ને મોકલ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ વીદ્યાર્થીઓ ને કોલેજ તરફથી કે GTU ના હેલ્પલાઇન પરના ફોન સાંભળવામાં નહોતા આવતા.મેહુલભાઈ ના ઈમેલ પર GTU તરફથી જાણ કરવામાં આવી કે આ વીદ્યાર્થીઓ ને અનુસ્નાતક કોસૅ માં ધ્યાને લઇને પરીક્ષા લેવાની છે.આ જવાબ ની જાણ મળતાં જ તમામ વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ માં મુકાયા છે જેમની રજુઆત થી મેહુલ પંચાલ તરફથી ફરીથી આ વીદ્યાર્થીઓ ના હિતમા GTU ને પગલાં ભરવા ની માંગ કરવામાં આવી છે અને વધારે જણાવ્યું કે આ વીદ્યાર્થીઓ ને ૨૦૨૦ ના માસ-પ્રમોશન દરમિયાન UG(under-graduation) માં ગણી માસ-પ્રમોશન આપવામાં આવ્યું હતું પરંતુ આ વખતે કેમ PG(અનુ-સ્નાતક) માં ગણી પરીક્ષા લેવામાં આવી રહી છે?,આ વીદ્યાર્થીઓ નુ નવુ વર્ષ તા ૭ જુન થી શરૂ થઈ ચુક્યું છે આ વીદ્યાર્થીઓ એક સાથે બે વર્ષ ની કઈ રીતે તૈયારીઓ કરશે? અને આવા પ્રશ્નો સાથે ૪૮ કલાકમાં યોગ્ય નીણૅય લેવા તેમજ જો ન લેવામાં આવે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી તેનું કારણ GTU હશે તેમ જણાવ્યું.



