આતંકવાદને જવાબ આપવો જરૂરી: ડોભાલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સોમવારે બેઇજિંગમાં ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી. આ બેઠક શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (જઈઘ) સુરક્ષા સલાહકારોની 20મી બેઠક દરમિયાન થઈ. આ દરમિયાન, ડોભાલે સ્પષ્ટપણે કહ્યું કે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે, દરેક પ્રકારના આતંકવાદનો સંયુક્ત રીતે મુકાબલો કરવો જરૂરી છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠકમાં બંને દેશોએ પરસ્પર સંબંધોમાં હાલની પ્રગતિની સમીક્ષા કરી હતી અને બંને દેશોના નાગરિકો વચ્ચે સંબંધો વધારવા પર ભાર મૂક્યો હતો. ડિસેમ્બર 2024ની શરૂઆતમાં, ડોભાલ અને વાંગે બેઇજિંગમાં પણ એક બેઠક યોજી હતી, જ્યાં કૈલાશ માનસરોવર યાત્રા, ટ્રાન્સ-બોર્ડર રિવર કોઓપરેશન અને નાથુલા ટ્રેડ જેવા મુદ્દાઓ પર 6 સર્વસંમતિ સધાઈ હતી. ભારત અને ચીન વચ્ચે 23મી ખાસ પ્રતિનિધિ સ્તરની બેઠકમાં ભાગ લેવા માટે ડોભાલ 17 ડિસેમ્બરે ચીન ગયા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો.
- Advertisement -
કે અજિત ડોભાલ અને વાંગ યી ટૂંક સમયમાં ભારતમાં 24મી ખાસ પ્રતિનિધિ (જછ) સ્તરની વાટાઘાટોમાં મળશે. ગજઅ ડોભાલે એમ પણ કહ્યું કે સરહદ પર શાંતિ જાળવી રાખવી અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવી મહત્વપૂર્ણ છે.રક્ષામંત્રી રાજનાથ સિંહ 25 થી 27 જૂન દરમિયાન ચીનના કિંગદાઓ શહેરમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (જઈઘ) રક્ષા મંત્રીઓની બેઠકમાં પણ હાજરી આપશે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ પણ આ બેઠકમાં હાજરી આપશે. 7 વર્ષ પછી કોઈપણ ભારતીય મંત્રીની આ પહેલી ચીન મુલાકાત હશે. આ પહેલા, તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ એપ્રિલ 2018 માં ચીનની મુલાકાતે ગયા હતા.