પૂરી બેન્કીંગ સિસ્ટમ લોકોની ડિપોઝીટની રકમ પર ચાલે છે, તેમની કમાણીની સુરક્ષા મંદિર કે ગુરુદ્વારા જવાથી વધુ પવિત્ર છે: શક્તિકાંતા દાસ
આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે સોમવારે જણાવ્યું હતું કે ડિપોઝીટર્સની કમાણીની રક્ષા કરવી બેન્કરની પવિત્ર ફરજ છે. આ કર્તવ્ય કોઈ ધાર્મિક સ્થળ પર જવાથી પણ ઘણું બહેતર છે તેમણે જણાવ્યું હતું કે આ કાર્ય એટલા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે પુરી બેન્કીંગ પ્રણાલી ડિપોઝીટની રકમ પર ચાલે છે, જે નાના બચતકર્તાઓ, મધ્ય વર્ગ અને રિટાયર્ડ લોકો દ્વારા જમા કરવામાં આવેલી રકમ છે. દાસે અહી આરબીઆઈ તરફથી આયોજીત એક બેઠકમાં અર્બન કો ઓપરેટીવ બેન્કો (યુસીબી)ના ડિરેકટર્સને સંબોધીત કરતા આ વાત કહી હતી.
- Advertisement -
તેમણે કહ્યું હતું કે આરબીઆઈ જ શહેરી સહકારી બેન્કો (યુસીબી)માં 8.7 ટકાના નોન પર્ફોર્મીંગ એસેટસ (એનપીએ)એ સહજ નથી. દાસે આગ્રહ કર્યો હતો કે આવી બેન્કોએ ઓપરેટીંગ સ્ટાન્ડર્ડમાં સુધારો લાવવો જોઈએ અને સંબંધીત પક્ષના લેવડ-દેવડથી દુર રહેવું જોઈએ. એનપીએના સંકટને બહેતર રીતે મેનેજ કરવા માટે દાસે સૂચન કર્યું હતું કે ક્રેડીટ રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે કુલ જીએનપીએ સુધરીને 8.7 ટકા થઈ ગયું છે. જો કે આ પણ સારો નંબર નથી.
આ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી કુલ એનપીએમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે. તેમણે કહ્યું હતું કે મધ્યમવર્ગ, ગરીબો અને નિવૃત લોકોની જમા કરવામાં આવેલી મહેનતની કમાણીની સુરક્ષા કરવી મંદિર કે ગુરુદ્વારા જવાથી પણ અનેકગણી પવિત્ર બાબત છે. દાસે જણાવ્યું હતું કે આ રિઝર્વ બેન્કની જવાબદારી છે કે તે બધી બેન્કો સાથે મળીને કામ કરે, જેથી એ નિશ્ચીત કરવામાં આવે કે ડિપોઝીટર્સના પૈસા સુરક્ષિત છે એવા ઘણા ઉદાહરણ છે.
ખાસ કરીને કો ઓપરેટીવ બેન્કીંગ સ્પેસમાં ડિપોઝીટર્સના પૈસા ફસાઈ ગયા હોય. તેમાં અનેક કેસમાં મેનેજમેન્ટ તરફથી અનિયમિતતા મૂળ કારણ હતી. મોટી કોમર્શિયલ બેન્કોના બોર્ડમાં એકાદ-બેનો ‘દબદબો’: દાસે જણાવ્યું હતું કે આરબીઆઈએ જણાવ્યું છે કે મોટી કોમર્શિયલ બેન્કોના ડિરેકટર્સ મંડળ (બોર્ડ)માં એક કે બે સભ્યોનો જ વધુ દબદબો હોય છે. તેમણે બેન્કોને આ ચલનને ઠીક કરવાનું કહ્યું હતું. દાસે જણાવ્યું હતું કે બધા ડિરેકટરોને બોલવાનો મોકો આપવો જોઈએ અને કોઈપણ મામલે કોઈ ખાસ ડિરેકટરની વાત અંતિમ ન હોવી જોઈએ.
- Advertisement -