ખાસ-ખબર સંવાદદાતા
મોબાઈલના કરોડો પ્રીપેડ ગ્રાહકોને હવે રિચાર્જનો માસિક પ્લાન મળશે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ સેલ્યુલર ઓપરેટર્સને ટેલીકોમ ટેરીફમાં 66મો સુધારો કરીને ગ્રાહકો માટે 30 દિવસનો રિચાર્જ પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી સેલ્યુલર ઓપરેટર્સ 28 દિવસ અથવા તેનાથી ઓછા કે તેથી વધુ રિચાર્જ પ્લાન પ્રદાન કરે છે. માસિક રિચાર્જ પ્લાન ગ્રાહકો માટે નહોતો. ઓપરેટરોને આ પ્લાન લાગુ કરવા માટે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જેથી કરીને બિલીંગ અને રિચાર્જ સાઈકલનો યોગ્ય રીતે અમલ કરી શકાય. કોઈના સલાહકાર કૌશલ કિશોરના જણાવ્યા અનુસાર નવા સુધારા મુજબ માસિક પ્લાન હશે અને સાથે જ મહિનાની એ જ તારીખે રિચાર્જ પણ થશે.