કાનૂની ડિગ્રી નહી ધરાવતા પત્રકારો પણ સુપ્રીમ કોર્ટનું કવરેજ કરી શકશે
વિદાય લેતા મુખ્ય ન્યાયમૂર્તિએ નિયમ સુધાર્યા
- Advertisement -
જે પત્રકારો કાનૂની પૃષ્ઠભૂમિ ધરાવતા નથી તેઓ હવે સુપ્રીમ કોર્ટના સંવાદદાતા તરીકે માન્યતા માટે અરજી કરી શકે છે.
આગામી માસમાં નિવૃત થઈ રહેલા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ હાલ અનેક કાનૂની પ્રક્રિયામાં જે બિનજરૂરી જોગવાઈ છે તે રદ કરીને અપગ્રેડ કરીને સરળતા સર્જવા જઈ રહ્યા છે.
જેમાં તબીબે હવે સુપ્રીમ કોર્ટમાં કાનુની કાર્યવાહીના રીપોટીંગ માટે જે માન્યતા પત્રકારોને આપવામાં આવે છે તેમાં તેની પાસે લો-ની ડીગ્રી જરૂરી હોવાની જોગવાઈ દુર કરી છે. આમ કાનૂની ડિગ્રી નહી ધરાવતા પત્રકાર પણ સુપ્રીમ કોર્ટમાં રીપોટીંગ માટે એકેડીએશન મેળવી શકશે. ગઈકાલે તેઓએ આ જાહેરાત કરતા જણાવ્યુ કે. શા માટે આ ડિગ્રીની જોગવાઈ કરવામાં આવી હતી તેનો મને ખ્યાલ નથી પરંતુ તે જોગવાઈ દુર કરતા આદેશ પર મે ગઈકાલે જ સહી કરી છે.
અમોએ તે જોગવાઈ હળવી કરી છે જેથી કાનૂની ડિગ્રી વગર પણ કોઈપણ પત્રકાર સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું રીપોટીંગ કરવા જરૂરી એક્રેડીએશન મેળવી શકશે. ઉપરાંત આ પ્રકારે પત્રકારને હવે સુપ્રીમ કોર્ટની પાર્કીંગ સુવિધાનો પણ ઉપયોગ કરી શકશે.