– આચારસંહિતાનો ભંગ ગણાશે: સોશ્યલ મીડીયા મુદે પ્રથમ વખત ચૂંટણી પંચની કાર્યવાહી
દેશમાં ધારાસભા-લોકસભા સહિતની ચૂંટણીઓ સમયે મતદાન પુર્વેના 48 કલાકના સાયલન્સ પીરીયડમાં થતા આડકતરા પ્રચારમાં પ્રથમ વખત ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસ તથા માર્કસવાદી સામ્યવાદી પક્ષનો નોટીસ પાઠવી મતદાનના દિને મતદારોને તેમની તરફેણમાં મતદાન કરવા અથવા શાસકને ફરી ચુંટવા કે પરાજીત કરવાની અપીલ કરતા ટવીટ બદલ નોટીસ ફટકારી છે.
- Advertisement -
ગઈકાલે ત્રિપુરામાં ધારાસભા ચૂંટણીના દીને થયેલા ટવીટ બદલ આ નોટીસ અપાઈ છે. ચૂંટણીપંચના એક સિનીયર અધિકારીના જણાવ્યા મુજબ આગામી તા.27ના રોજ મેઘાલય અને નાગાલેન્ડની ધારાસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે તેમાં હવે આ પ્રકારે આચાર સંહિતાનો ભંગ થાય નહી તે માટે આ પ્રકારે ચેતવણી પણ આપવામાં આવી છે અને અમો સ્પષ્ટ સંદેશ પાઠવવા માંગીએ છીએ કે 48 કલાકનો જે સાયલન્સ પીરીયડ છે તેમાં આ પ્રકારે કોઈ પ્રચાર થવો જોઈએ નહી અને છતા તેનો ભંગ થશે તો નિયમ મુજબ પગલા લેવાશે.
પંચે આ નોટીસનો જવાબ આપવા પણ 24 કલાકનો સમય અપાયો છે તે પ્રથમ વખત બન્યું છે કે ચૂંટણીપંચે સાયલન્સ પીરીયડમાં સોશ્યલ મીડીયા મારફત થતા પ્રચારમાં નોટીસ પાઠવી છે. આ અગાઉ મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે સોશ્યલ મીડીયાએ જે ફેક-ન્યુઝનો મારો જે ચૂંટણી સમયે થાય છે તેની સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
તેઓએ જણાવ્યું કે, ગત વર્ષે યોજાનારી ચૂંટણીમાં ગોવામાં આ પ્રકારે 29, ગુજરાતમાં પાંચ, હિમાચલ પ્રદેશમાં આઠ અને પંજાબમાં ત્રણ ફરિયાદો સોશ્યલ મીડીયામાં ફેક પ્રચાર સંબંધી મળી હતી. જેમાં ફેસબુક, ટવીટર અને યુ-ટયુબનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો.
- Advertisement -
સોશ્યલ મીડીયા માટે ચૂંટણીપંચની કોઈ ચોકકસ આચારસંહિતા નથી પણ રાજકીય પક્ષો અને આ મીડીયા સ્વૈચ્છીક રીતે પોતે આ પ્રકારની આચાર સંહિતા જાળવે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે તેવું ઈચ્છનીય છે. ત્રિપુરાની ચૂંટણીમાં ભાજપ તરફથી સલામત, ઉજજવળ ભવિષ્ય માટે ભાજપને મત આપતા ટવીટ થયા હતા. આ પ્રકારે ડાબેરી પક્ષો અને કોંગ્રેસ પક્ષે ભાજપને પરાજીત કરવાના ટવીટ કર્યા હતા.