રાજકોટના ઉઉઘ અનંદુ સુરેશ ગોવિંદે લીધો મહત્વનો નિર્ણય
જો મહિલા સરપંચના પતિ કે પુત્ર વહીવટ કરશે તો હવે કાર્યવાહી તલાટી સામે થશે
- Advertisement -
પંચાયતની સભા-બેઠકમાં હવે માત્ર ચૂંટાયેલા મહિલા સભ્યો જ બેસી શકશે
રાજકોટનો પરિપત્ર સમગ્ર રાજ્ય માટે રોલ મોડેલ બની શકે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાની પંચાયતોમાં મહિલા સભ્યોના બદલે તેમના પતિદેવો વહીવટ કરતા હોવાથી વ્યાપક ફરીયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ આ કાર્ય પધ્ધિતીને બ્રેક મારતો પરિપત્ર કર્યો છે. હવેથી પંચાયતોમાં પતિદેવો વહીવટ કરશે તો તલાટી કમ મંત્રી સામે શિસ્તભંગના પગલા ભરવા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ રાજકોટ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીને પરિપત્ર કર્યો છે કે, ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલા મહિલા સરપંચ અથવા મહિલા સભ્યોના સ્થાને તેમના પતિ, પુત્ર કે અન્ય પુરૂષો પંચાયતનો વહીવટ સંભાળે છે. સહિઓ કરે છે, બેઠકમાં હાજરી આપી સરકારી કામકાજમાં બીનજરૂરી દખલગીરી કરે છે આ બેથા લોકશાહીના મુલ્યો અને કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આથી ચાર મહત્વના આદેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં પંચાયતની તમામ સભા કે અન્ય બેઠકોમાં માત્ર ચુંટાયેલા મહિલા પ્રતિનિધી જ હાજર રહે તે સુનિશ્ર્ચિત કરવું તેમના બદલે પતિ કે અન્ય કોઈ સંબંધી બેઠકમાં બેસી શકશે નહીં. ગ્રામ પંચાયતના રેકોર્ડ, ચેકબુક કે અન્ય સરકારી દસ્તાવેજોમાં ચેંટાયેલા પ્રતિનિધીની જ સહિ હોવી જોઈએ. જો કોઇ કિસ્સામાં મહિલા પ્રતિનિધિના સ્થાને અન્ય વ્યક્તિ વહીવટ કરતી જણાશે તો સંબંધિત તલાટી કમ મંત્રી સામે શિસ્તભંગના પગલા લેવામાં આવશે. તાલુકા કક્ષાએ સમયાંતરે આ બાબતે આકસ્મિક તપાસ કરવી અને જો આવી ગેરરીતિ જણાય તો ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ પદાધિકારીઓને હોદા ઉપરથી દૂર કરવા દરખાસ્ત અને કાર્યવાહી થશે.



