રાજયમાં શરાબ પીને ડ્રાઈવ – અકસ્માતનાં વધતા કેસમાં આકરી કાર્યવાહી શરૂ
સગીરોનાં કેસમાં માતા – પિતા સામે અકસ્માત અને હત્યા સુધીની કલમો લાગશે : વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ કરાશે
પોલીસ રેકર્ડ બનશે: સરકારી ભરતી – પાસપોર્ટ મેળવવા કે શૈક્ષણિક સંસ્થાઓમાં એડમીશન સહિતના સમયે આ રેકોર્ડ ‘ફલેશ’ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં સતત વધતા જતા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનાં કેસોમાં અકસ્માત તથા રાહદારીથી નાના વાહનો પર જતા લોકોને કચડી નાખવાની અને નાસી જવાની ઘટનામાં હવે પોલીસ આકરા હાથે કામ લઈ રહી છે. હવે આ પ્રકારનાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવમાં અકસ્માત સર્જનાર ટીન એજર્સથી તેનાં માતાપિતાને પણ સજા થશે.
અમદાવાદનાં પોલીસ કમિશ્નર શ્રી જી.એસ.મલીકે એક મુલાકાતમાં જણાવ્યું કે, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં ડ્રાઈવરનું નામ ફોટો અને અકસ્માતની હીસ્ટ્રી પોલીસ વેબસાઈટ પર મુકાશે જે તેના ક્રિમીનલ રેકોર્ડ બનાવવા જેવુ હશે. ખાસ કરીને હાલ ધનવાન કુટુંબોનાં નબીરાઓ આ પ્રકારનાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવમાં વધુને વધુ અકસ્માત સર્જે છે અને પછી તેઓ નાણા ઓળખાણનાં જોરે પોલીસ પર પણ દબાણ લાવે છે. જામીન પર તાત્કાલીક છુટી જાય છે પણ પોલીસ કમિશ્નર શ્રી મલીકે કહ્યું કે હવે તેઓને જીવનભર આ પ્રકારની ઘટનાઓનો બોજો લઈને ફરવુ પડે તેવી સ્થિતિ બનાવાશે જેથી તે બીજા માટે એક બોધપાઠ પણ બની જશે. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં અપરાધ સાબીત થયા બાદ ડ્રાઈવરનું નામ-ફોટો-અને તેની હીસ્ટ્રી પોલીસ વેબસાઈટ પર હશે જે તેને ભવિષ્યમાં પાસપોર્ટ અરજી સરકારી નોકરી મેળવવા કે સારી શૈક્ષણીક સંસ્થાઓમાં એડમીશન મેળવવામાં પણ તકલીફ સર્જશે અને રાજયની જે તે સંસ્થામાં ભરતીની પ્રક્રિયા અપનાવે છે. તેઓને આ તપાસી રેકર્ડ ઉપલબ્ધ બનાવાશે ખાસ કરીને ટીનએજર અને યુવા વર્ગ જે હજુ કારકીર્દીનો પ્રારંભ કરતાં હોય તેને પણ આ સ્થિતિ મુશ્કેલી સર્જશે કેટલાંક પાસપોર્ટ મેળવવામાં પોલીસ રેકોર્ડની જે ચકાસણી થાય છે તે પણ આ રેકોર્ડ જોશે તેથી પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને શ્રીમંત કુટુંબનાં ટીનએજ નબીરાઓ જે રીતે એસયુવી વિ.વાહનો બેફામ ઝડપે ચલાવીને અકસ્માત સર્જે છે તેમાં હવે તેમનાં વાલી માતાપિતા સામે હ્ત્યા સહીતના અપરાધોની કલમો લાગી શકે છે અને તેઓની મુશ્કેલી વચ્ચે શ્રી મલીકે જણાવ્યું કે અમો આ અંગે ગંભીરતાપૂર્વક આગળ વધીએ છીએ. સંતાનોને ગાડીની ચાવી સોંપતા પૂર્વે માતા પિતાઓએ વિચાર કરવો પડે તે નિશ્ચિત કરવુ. અને આ પ્રકારે ઘાતક અકસ્માતો જે વાહનનો,ઉપયોગ થયો હોય તેનુ રજીસ્ટ્રેશન પણ રદ કરવા માટે આરટીઓને જણાવશે. અમદાવાદ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં બે દિવસમાં 137 કેસો નોંધ્યા છે અને આ તો ફકત શરૂઆત છે. હવે આ પ્રકારનાં કેસમાં વધુ આકરી કલમો લાગશે જેથી તેઓ સહેલાઈથી છુટી શકશે પણ નહિં તે પોલીસ નિશ્ચિત કરશે.



