વડોદરાના ભાયલી ખાતે થયેલ ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથે ધરી છે. ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ફાંસીની સજા આપવા મુસ્લિમ સમાજે માંગ કરી હતી. તથા વાસણા પેટ્રોલ પંપ ચાર રસ્તા પર મુસ્લિમ સમાજના આગેવાનો એકઠા થઇને આરોપીઓનો ઉગ્ર વિરોધ કર્યો છે.
થોડા દિવસ અગાઉ વડોદરાના ભાયલીમાં યુવતી પર દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેને લઇને જીલ્લામાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઇ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે ભાયલીમાં ગેંગરેપની ઘટનાને લઇને મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.
- Advertisement -
ભાયલી બળાત્કાર કેસ
ભાયલીમાં થયેલ રેપની ઘટનામાં તમામા આરોપીઓ મુસ્લિમ સમાજના છે. ત્યારે તેમના વિરોધમાં વડોદરામાં મુસ્લિમ સમાજ મેદાને આવ્યા છે. અને વાસણા પેટ્રોલ પંપ ચાર રસ્તા પર મુસ્લિમ સમાજના આગેવાનો એકઠા થયા હતા. જેમાં પ્લેકાર્ડ અને બેનર સાથે મુસ્લિમ સમાજના યુવાનો, અગ્રણીઓએ વિરોધો નોંધાવ્યો હતો. અને તમામ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી.
કોર્ટ ફાંસી આપે તેવી માંગ
- Advertisement -
આ ઘટનાને લઇ મુસ્લિમ સમાજના આગેવાને જણાવ્યું હતુ કે ગેંગરેપની ઘટનાથી સમાજનું નામ ખરાબ થયુ છે. આવી ઘટના ફરી ન બને અને લોકોમાં ઉદાહરણ બેસે તેને લઇને આવા નરધામોને ફાંસીના માચડે લટકાવી દેવા જોઇએ, ત્યારે ભાયલીમાં થયેલ આ ઘટનાને લઇ તમામ આરોપીઓને કોર્ટ ફાંસી આપે તેવી અમારી માંગ છે.
આ ઘટનાને લઇ મુસ્લિમ સમાજના આગેવાને જણાવ્યું હતુ કે ગેંગરેપની ઘટનાથી સમાજનું નામ ખરાબ થયુ છે. આવી ઘટના ફરી ન બને અને લોકોમાં ઉદાહરણ બેસે તેને લઇને આવા નરધામોને ફાંસીના માચડે લટકાવી દેવા જોઇએ, ત્યારે ભાયલીમાં થયેલ આ ઘટનાને લઇ તમામ આરોપીઓને કોર્ટ ફાંસી આપે તેવી અમારી માંગ છે.
આરોપીઓનો કોઇ ધર્મ નથી હોતો
એડવોકેટ અનીશા સૈયદે જણાવ્યું હતુ કે આરોપીઓનો કોર્ટ ફાસ્ટ ટ્રેકમાં ચલાવો જોઇએ, માત્ર 16 વર્ષની દિકરી જોડે આ ઘટના થઇ છે ત્યારે આ તમામ લોકોને ફાંસીની સજા થાય તેને લઇ અમે લોકો રસ્તા પર ઉતર્યા છે. ફરી વાર આવા કૃત્યો ન થાય તેવી સજા આપવી જોઇએ. અને તમામા લોકોએ એક થઇને આમાં સહકાર આપવો જ જોઇએ. અને જો આ લોકો પોતાની જાતને મુસ્લિમ સમજતા હોય તો ઇસ્લામ શરીયત મુજબ આ લોકોને રસ્તે ઉભા રાખીને પથ્થરથી મારીને મારી નાખવા જોઇએ.