ઈમ્પોર્ટસ-એકસપોર્ટસની પરેશાની ખતમ
કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તેમજ સીમાશુલ્ક બોર્ડ (સીબીઆઈસી) પોતાના એન્ટીગ્રેટેડ કસ્ટમ પોર્ટલ પર કરન્સી એકસચેંજના દરોને પખવાડીયાના બદલે ડેઈલી આધારે જાહેર કરવાની વ્યવસ્થા શરુ કરનાર છે. ડેઈલી આધારે કરન્સી એકસચેંજ રેટ કસ્ટમ પોર્ટલ પર જાહેર થવાથી એકસચેંજ રેટસ પર થનારા ઉતાર-ચડાવ પર નજર રાખવામાં મદદ મળશે અને ઈમ્પોર્ટસ અને એકસપોર્ટસને ડેઈલી રેટસના આધારે કસ્ટમ ડયુટીની ગણતરી કરવામાં મદદ મળશે.
- Advertisement -
પુરી પ્રક્રિયા ઓટોમેટીક રહેશે: એક અધિકારીના જણાવ્યા મુજબ એકસચેંજ રેટસની સૂચનાની સમગ્ર પ્રક્રિયા હવે ઓટોમેટીક કરવામાં આવશે;. એસબીઆઈથી મળનારી દરોને દરરોજ નિકટતમ પાંચ આંકડા સુધીમાં સમયોજીત કરાશે અને તેને ઈન્ડીયન કસ્ટમ ઈડીઆઈ પ્રણાલી સાથે એન્ટીગ્રેડ કર્યા બાદ સાંજે 6 વાગ્યા સુધી ઈન્ડીયન કસ્ટમ્સ નેશનલ ટ્રેડ પોર્ટલ પર નાખવામાં આવશે. આ બારામાં સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા ચાલી રહી છે.