શિક્ષકોને મતદાર યાદી, ચૂંટણી પ્રક્રિયા, વસ્તી ગણતરી, શૌચાલયની ગણતરી,
તીડ ઉડાવવા, સભામાં લોકોને એકઠા કરવાની કામગીરી તો આપણે જોઇ છે પરંતુ…
શિક્ષકો તૈયાર થઈ જાવ, હવે તમારે શ્રાવણ મહિનાના લોક મેળામાં નેતાઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવાની છે !
- Advertisement -
જસદણના નાયબ કલેક્ટરે કરેલા પરિપત્રને રદ કરવા શિક્ષણ વિભાગની સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મતદાર યાદી – ચૂંટણી પ્રક્રિયા, વસ્તી ગણતરી, તીડ ઉડાવવા, ઈખ – ઙખની સભામાં લોકોને બસમાં લઇ જવા લાવવા સહિતની કામગીરી બાદ હવે ગુજરાતના માસ્તરો માટે રાજ્ય સરકારે નવું કામ શોધી કાઢ્યું છે. હવે શિક્ષકોને લોકમેળા દરમિયાન વહીવટી વ્યવસ્થાની કામગીરી અંતર્ગત ટટઈંઙ એટલે કે રાજનેતાઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવી પડશે કારણ કે રાજકોટ જિલ્લાના જસદણ પ્રાંતના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ તરીકે ત્રીસ દિવસ માટે ત્રીસ શિક્ષક અને એક મદદનીશ શિક્ષકને ઘેલા સોમનાથ મંદિરે યોજાતા શ્રાવણી મેળાની કામગીરીમાં જોડાવા માટેનો હુકમ કર્યો છે. શિક્ષણ સિવાયની સરકારી કામગીરીમાંથી માંડ નવરા પડતા માસ્તરોને લોકમેળાની કામગીરીમાં જોતરાવાના આ ઓર્ડરમાં શિક્ષકોની સાથે સાથે તેમની ઉપર નજર રાખવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લોકમેળાના ત્રીસ દિવસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર મુકામે હાજર રહેવાની પણ તાકીદ હુકમમાં કરવામાં આવી હતી. પરંતુ ઘેલા સોમનાથ મંદિરમાં ભોજન વ્યવસ્થામાં શિક્ષકોને જવાબદારી સોંપાતાં વિવાદ થતા જસદણ પ્રાંત અધિકારીએ હુકમ રદ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપવા જશે.
- Advertisement -
આ પરિપત્ર રદ કરવા સૂચના આપી છે : શિક્ષણમંત્રી કુબેર ડિંડોર
વિવાદિત હુકમ અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર જણાવ્યું કે ઘેલા સોમનાથ મહાદેવ મેળાના સંદર્ભમાં એક પત્રથી નાયબ કલેક્ટરે શિક્ષકોને કામગીરી સોંપી હતી. શિક્ષણ વિભાગે આ પરિપત્ર રદ કરવા જઉખને સૂચના આપી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા, મતદાર સુધારણા જેવી કામગીરી શિક્ષકોને કરવાની થતી હોય છે. આ સિવાયની કામગીરીમાં શિક્ષકોને જોડતા નથી.
શિક્ષકો સ્વેચ્છાએ મંદિરમાં સેવા આપવા જાય છે : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શાંતુભાઈ મોડાએ જણાવ્યું હતું કે ઘેલા સોમનાથ મંદિરમાં શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા હુકમ રદ કરાયો છે. શિક્ષકો સ્વેચ્છાએ દર વર્ષે સેવા આપવા જતા હોય છે. અમારે હુકમની કોઈ જરૂર હોતી નથી. શિક્ષકો મંદિરમાં સેવા કરવા જશે. કોઈ અધિકારી દ્વારા દબાણ કે પ્રેશર આપવામાં આવતું નથી. અધિકારીઓ દ્વારા ફરજિયાત હુકમ કરવામાં આવતા નથી. શાળા સમય બાદ શિક્ષકો સેવા આપવા જતા હોય છે.
જસદણના નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલા આ ઓર્ડરમાં તારીખ વાઈઝ કઈ શાળાના આચાર્ય અને શિક્ષક ફરજ બજાવશે તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જો કે શિક્ષણમંત્રીએ દરમિયાનગીરી કરતા તે ઓર્ડર રદ કરવો પડ્યો હતો.