નિર્ણય થઈ ગયો છે, આ દિશામાં કામ શરૂ થયું: નાણામંત્રી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.07
દેશની નાની સરકારી બેન્કોનો મોટી સરકારી બેન્કો સાથે વિલય કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સરકાર દેશમાં મોટા અને વિશ્વ સ્તરીય બેન્કોના વિકાસ માટે બેન્કિંગ નિયમનકારો અને ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહી છે. આ વિચાર છે કે જાહેર ક્ષેત્રના બેન્કિંગ પરિપ્રેક્ષ્યને સુવ્યવસ્થિત કરવામાં આવે અને મજબૂત સંસ્થાઓને મોટા બેન્કોમાં સામેલ કરવામાં આવે. આથી નાણાકીય ક્ષેત્ર સુધારણા માટે મદદ મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વિલય યોજના અંગે પુષ્ટિ આપી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્રએ બેન્કો સાથે બેઠક કરીને ચર્ચા કરવી પડશે અને જોવું પડશે કેવી રીતે આગળ વધારવા માંગે છે. આ અંગે આરબીઆઈ સાથે ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના મતે આમિશન હેઠળ ઇન્ડિયન ઓવરસીઝ બેંક ((IOB),), સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા (CBI), બેન્ક ઓફ ઇન્ડિયા (BOI) અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BOM)નો વિલય પંજાબ નેશનલ બેન્ક (PNB), બેન્ક ઓફ બરોડા (BOB) અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) જેવી મોટા બેન્કો સાથે થઈ શકે છે. આ દરખાસ્તનો ડ્રાફ્ટ વિચારણા રેકોર્ડ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. તે હવે કેબિનેટની બેઠકમાં અને પછી વડા પ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવશે. જો મંજૂરી મળી જાય, તો બેંકોનું મેગા મર્જર નાણાકીય વર્ષ 2026-27 માં પૂર્ણ થશે.
- Advertisement -
ઓગસ્ટ 2019માં સરકારે ચાર મોટી બૅન્કોના મર્જરની જાહેરાત કરી હતી
મોટી અને મજબૂત બેંકો બનાવવા માટે સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક બેંકોના વિલય કર્યા છે. અત્યાર સુધી બે મોટા રાઉન્ડમાં બેંક ક્ધસોલિડેશન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ 2019માં સરકારે ચાર મોટા બેંકોના મર્જરની જાહેરાત કરી હતી, જેનાથી 2017માં જ્યાં 27 સરકારી બેંકો હતી, તેની સંખ્યા ઘટીને માત્ર 12 રહી ગઈ. 1 એપ્રિલ 2020થી આ વિલય અમલમાં આવ્યો. તેમાં યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને પંજાબ નેશનલ બેંકમાં મિલાવી દેવામાં આવ્યા. સિન્ડિકેટ બેંકને કેનેરા બેંકમાં, ઇલાહાબાદ બેંકને ઇન્ડિયન બેંકમાં, અને આંધ્રા બેંક તથા કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વિલય કરી દેવામાં આવી છે. આ પહેલાં 2019માં દેના બેંક અને વિજયા બેંકનો બેંક ઓફ બડોદામાં વિલય થયો હતો. 2017માં સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને મજબૂત બનાવવા માટે તેની પાંચ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકને તેમાં મિલાવી દીધી હતી. સરકારે જાન્યુઆરી 2019માં IDBI બેંકમાં પોતાની 51 ટકા હિસ્સેદારી ભારતીય જીવન વીમા નિગમ (LICB)ને વેચી દીધી હતી.
- Advertisement -



